મોરબી જિલ્લા પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સઘન તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે મોરબી તાલુકા પોલીસ દ્વારા બાતમીના આધારે મોરબી તાલુકાના મોરબી માળીયા હાઇવે રોડ ઉપર રવિરાજ ચોકડી પાસેથી ઇગ્લીશ દારુ હેરાફેરી કરી રહેલ ટ્રેઇલર ઝડપી પાડી એક આરોપીની અટકાયત કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટિમને ગઈકાલે બાતમી મળી હતી કે, RJ-32-GD-2842 નંબરનાં એક ટ્રેલરનો ચાલાક પોતાના ટ્રેલરમાં ઇંગ્લીશદારૂનો જથ્થો રાખી માળીયા તરફ થી મોરબી બાજુ જઈ રહ્યો છે. જે બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસે રવીરાજ ચોકડી ખાતે વોચ ગોઠવી હતી. ત્યારે RJ-32-GD-2842 નંબરનું ટ્રેઇલર ત્યાંથી પસાર થતા તેને રોકી ટ્રેઇલરમાં તપાસ કરતા ઠાઠામાં સફેદ કાંકરી ભરેલ જેના ઉપર પ્લાસ્ટિકના બાચકામાં પુઠ્ઠાના બોકસમાં અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની કાચ/પ્લાસ્ટિક કંપની શીલપેક ૨૭૫૨ બોટલોનો રૂ ૬,૦૫,૦૪૦ /-નો મુદ્દામાલ મળી આવતા પોલીસે વિદેશી દારૂ તથા ટ્રેઇલરનાં રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૧૬,૧૦,૦૪૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રેઇલર ચાલક રમજાનભાઇ પુનાભાઇ કાઠાત વિરૂધ્ધ પ્રોહીબીશન મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.પી.જાડેજા ચલાવી રહ્યા છે.