Friday, January 10, 2025
HomeGujaratમોરબી માધાપરવાડી કન્યા શાળાની એક્સપોઝર વિઝીટ કરતા બી.એડ.કોલેજના તાલીમાર્થી

મોરબી માધાપરવાડી કન્યા શાળાની એક્સપોઝર વિઝીટ કરતા બી.એડ.કોલેજના તાલીમાર્થી

સરકારની વિવિધ શૈક્ષણિક પ્રયોગો,યોજનાઓની માહિતી તાલીમાર્થીઓએ મેળવી

- Advertisement -
- Advertisement -

શિક્ષણએ વિશાળ દરીયા સમાન છે,શિક્ષણમાં જેટલું શીખીએ તેટલું ઓછું પડે છે, શિક્ષણમાં આદન પ્રદાનની પ્રક્રિયાથી ઘણું બધું શીખી શકાય છે,જાણી શકાય છે,એ અન્વયે ઓમ વિદ્યાવાસીની બી.એડ કોલેજ અને શ્રીમતી પ્રભાબેન પટેલ બી.એડ.કોલેજમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓએ મોરબીની માધાપરવાડી કુમાર અને કન્યા શાળાની મુલાકાત લીધી હતી, કોલેજના તમામ પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ બધા તાલીમાર્થી શાળામાં પહોંચતા શાળાના તમામ શિક્ષક બહેનો અને ભાઈઓએ તમામ તાલીમાર્થી અને ભવિષ્યના શિક્ષકોને ઉષ્માભેર આવકાર્યા હતા, શાળાના કર્તા,ધર્તા અને સમાહર્તા એવા દિનેશભાઈ ડી. વડસોલાએ તાલીમાર્થીઓને અધ્યયન અધ્યાપન પદ્ધતિઓ પ્રવૃત્તિઓ અને પ્રવિધિઓ સમજાવી હતી.બાળક સાથે બાળક બનીને શિક્ષણકાર્ય કરાવવું જોઈએ,પાઠ કે એકમ સમજાવતી વખતે વિષયવસ્તુ,વિષય નિરુપણ વ્યવસ્થિત સમજાવવું જોઈએ, વિષય પ્રવેશ,વિષયની સમજ શૈક્ષણિક સાધનોની મદદથી આપવી જોઈએ, ટી.એલ.એમ. નો ઉપયોગ કરવો જોઈએ, વારંવાર દ્રઢીકરણ,પુનરાવર્તન, સ્વાધ્યાય કાર્ય,નિદાન,ઉપચાર કરી વિદ્યાર્થીઓને કઠિન લાગતા મુદ્દાઓની સમજ વિકસાવવી જોઈએ, વેગેર બાબતોની સમજ આપી હતી,તેમજ શાળામાં ચાલતા જ્ઞાનકુંજ,આઈસીટી લેબ, સર્વ શિક્ષા અભિયાન,પ્રજ્ઞા અભિગમ,વિદ્યાર્થીઓને મળતા લાભો,એમ.ડી.એમ.શિષ્યવૃતિ ઓનલાઈન શિક્ષણ,જી.શાળા એપ માઈક્રોસોફ્ટ ટીમ્સ વગેરે વિશે વિસ્તૃત માહિતી દિનેશભાઈ વડસોલા અને જયેશભાઈ અગ્રાવતે આપી હતી, તાલીમાર્થીઓએ ખુબજ ઉત્સાહ દાખવી પોતાના અભ્યાસક્રમમાં આવતા વિષયો અંગેના પ્રશ્નો પુછી માહિતી મેળવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!