ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા મોરબી ખાતે દસ દિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કર્યું હતું. જે હાલ સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ નવા આયોજન અંગે ભાઈઓ અને બહેનોને જાણ કરવામાં આવશે. તેમ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું છે.
વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા મોરબી ખાતે આઠ દિવસના પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હાલ યુદ્ધની પરિસ્થિતિની જોતા મુખ્ય કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરી તા. ૧૦/૦૫/૨૦૨૫ થી શરૂ થતાં બજરંગ દળ અને દુર્ગાવાહિની પ્રશિક્ષણ વર્ગ હાલ પુરતા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ હવેના નવા આયોજન અંગે ભાઈઓ અને બહેનોને જાણ કરવામાં આવશે તેમ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું છે.