Tuesday, November 26, 2024
HomeGujaratTRANSFER ANALYSIS : IPS - DYSP કક્ષાના અધિકારીઓની બદલીનું કોકડું ઘૂચવાયું :...

TRANSFER ANALYSIS : IPS – DYSP કક્ષાના અધિકારીઓની બદલીનું કોકડું ઘૂચવાયું : સુરત CP માં કોને મૂકવા તેની ગડમથલ: એક સાથે આવશે બદલીઓ

લોકસભાની ચૂંટણી દરમ્યાન જે અધિકારીઓને એક જ જગ્યા પર ત્રણ વર્ષ પૂરા કર્યા હોત અને પ્રત્યક્ષ રીતે ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલ હોય તેવા અધિકારીઓની બદલીના આદેશ ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી હતી જેની અંતિમ તારીખ 31 જાન્યુઆરી હતી પરંતુ હજુ સુધી આઇપીએસ અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની બદલીઓ થઈ નથી શકી અને તેનું કોકડું ઘૂચવાયેલ છે.

- Advertisement -
- Advertisement -

રાજ્યમાં આઇપીએસ અને ડીવાયએસપી બદલીઓ આજે આવે કે કાલે તેમ સતત અધિકારીઓ એલર્ટ છે ત્યારે સૂત્રો માંથી મળતી વિગત અનુસાર આગામી બે દિવસમાં આ આદેશ આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે.

સુરત કમિશ્નર તરીકે કોણ મૂકવા તેની ગડ મથલ: સિનિયર IPS અધિકારીઓના પ્રયત્નો

સુરતના કમિશ્નર અજય તોમર 31 જાન્યુઆરી ના રોજ વય મર્યાદાના લીધે નિવૃત્ત થઈ ચૂક્યા છે ત્યારે સુરત લોકસભાની ચૂંટણી માટે અતિ મહત્વનું પણ કેન્દ્ર સ્થાને થી માનવામાં આવે છે.જેને લઇને નવા કમિશ્નર ઓફ પોલીસ કોને મૂકવા તેને લઈને સિનિયર આઇપીએસ અધિકારીઓ માં ચર્ચા નો માહોલ ગરમ છે.જેમાં હાલ જોવા જાઈએ તો નવા CP તરીકે બરોડા કમિશ્નર અમૂપમ સિહ ગેહલોત,બરોડા ના કમિશ્નર તરીકે જેલ આઇજી ડૉ.કે.એલ.એન.રાવ અથવા વહીવટી ડીજી નરસિંહા કોમર ની શક્યતાઓ સેવાઈ રહી છે તો બીજી બાજુ રાજકુમાર પાંડિયન ને સીઆઇડી ક્રાઈમ માં યથાવત રાખવાની પણ પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે.આ સાથે રાજકોટ ના CP બદલાય તેવી પણ ચર્ચાઓ ઉઠવા પામી છે.ઉલ્લેખનીય છે કે ગૃહ સચિવ મુકેશ પૂરી પણ નિવૃત્ત થતા તેનો ચાર્જ સિનિયર IAS પંકજ જોશીને સોંપવામાં આવ્યો છે ત્યારે આ કારણે પણ બદલીઓ માં મોડું થયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે કેમ કે હવે બદલીઓના ઓર્ડરમાં પંકજ જોશી ની સહીઓ આવશે જેને લઇને થોડો સમય આગળ બદલીઓ ધપાવવામાં આવી છે.

રાજ્યના મોટાભાગના એસપી રેન્જ આઇજી અને ડીવાયએસપી બદલાઈ જવાની શક્યતાઓ

કેન્દ્ર સરકાર લોકસભાની ચુંટણી ને લઈને પોલીસ બેડામાં કોઈ પણ બે ફિકરાઈ કરવા માંગતી નથી કેમ કે ગુજરાત એ કેન્દ્ર નું રોલ મોડેલ છે જેને ટકાવવા અધિકારીઓનો મજબૂત પાયો અનિવાર્ય છે ત્યારે રાજ્યના એસપી અને રેન્જ આઇજી તેમજ ડીવાયએસપી ની પકડ તેમજ પક્ષ તરફે ની નીતિ ને ધ્યાનમાં રાખવામાં આવી છે સાથે સાથે સ્થાનિક રાજકીય આગેવાનો ની ભલામણોને આ બદલીઓના બે ધ્યાન કરી ફકત પક્ષની છબી જાળવી રાખવા કટિબદ્ધ હોય તેવા અધિકારીઓને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહત્વ આપવામાં આવ્યું હોવાનું પણ સૂત્રો માંથી જાણવા મળ્યું છે.ત્યારે ઘણા વિસ્તારમાં એસપી રેન્જ આઇજી અને ડીવાયએસપી બદલીઓમાં સ્થાનિક આગેવાનો અને નેતાઓની દખલ અંદાંજી ના ચાલે તેવું પણ બને તો નવાઈ નહી.

રાજ્યના આઇબી વિભાગ ના રિપોર્ટ ને ધ્યાન માં લઇ બદલીઓ થઈ શકે છે.

મહત્વનું ગણવામાં આવતું રાજ્યનું આઇબી વિભાગ સતત બાજ નજર રાખી રાજ્યમાં સરકાર ને સ્થાનિક સ્થિતિ નો રિપોર્ટ નિરંતર આપતા રહે છે ત્યારે આઇબી વિભાગ પણ ચૂંટણીમાં અતિ મહત્વનો ભાગ માનવામાં આવી રહ્યો છે જેના બદલીઓમાં સંવેદનશીલતા રીતે પોલીસ અને અધિકારીઓના તમામ રિપોર્ટ ને ધ્યાન માં રાખી બદલીઓ કરવામાં આવે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.

લાયક અધિકારીઓ ને યોગ્ય જગાએ પોસ્ટીંગ

ગત વર્ષ ૨૦૨૩ માં વિધાનસભાની ચૂંટણીમાં જે અધિકારીઓ એ શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પૂરી કરી તેની કામગીરી ધ્યાનમાં લેવામાં આવે તેમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાય દ્વારા આ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ની બદલીઓ કરવામાં આવશે અને નાના માં નાની અને ઝીણવટપૂર્વક આ બદલીઓમાં ધ્યાન આપી લોકસભા ની ચૂંટણી ને ધ્યાન માં રાખી બદલીનો ગંજીપો ચીપવામાં આવશે હાલ તો તમામ અધિકારીઓ આ બદલીના આદેશની ચાતક પક્ષી ચોમાસા ના પાણીની રાહ જોતા હોય એ રીતે રાહ જોઈ રહ્યા છે.

સૌરાષ્ટ્ર ના અધિકારીઓના બદલાય તેવી પ્રબળ શક્યતાઓ

લોકસભા ચૂંટણીમાં થનાર બદલીઓ વિધાન સભાના પરિણામો અને અધિકારીઓની ચૂંટણી કામગીરી અને તેના વલણને ધ્યાનમાં રાખી કરવામાં આવનાર છે ત્યારે સૌરાષ્ટ્ર ની વિધાનસભા બેઠકોમાં ચૂંટણીમાં પક્ષ ના હિતને પણ ધ્યાન રાખવાનું ચુકવામાં આવનાર નથી જેને લઇને સૌરાષ્ટ્ર ના મોરબી ,રાજકોટ ગ્રામ્ય, જામનગર ,દ્વારકા,સુરેન્દ્રનગર, સહિતના જિલ્લાના એસપી ની બદલીઓમાં નામ ના હોય તેવી ચર્ચાઓ ઉઠવા પામી છે તો બીજી બાજુ રેન્જ આઇજી માં થોડા ફેરફાર થવાની પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે.હાલ સત્તાવાર આદેશ આવે તેની રાહ જોવાઇ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!