દેશમાં આગામી સમયમાં લોકસભા ૨૦૨૪ની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ગુજરાતમાં વિવિધ અધિકારીઓ તેમજ કલેક્ટરની બદલી કરવામાં આવી છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે બદલીના આદેશ કર્યા હતા. જેને લઈ જુદા જુદા જિલ્લા તેમજ અન્ય જગ્યાએ ફરજ બજવતા 50 જેટલા IAS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, લોકસભા ચૂંટણી પૂર્વે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બદલીના ઓર્ડરો કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે ડે. કલેકટરો અને મામલતદારોની બદલીનો ઘાણવો ઉતર્યા બાદ આજે જુદા જુદા જિલ્લા તેમજ અન્ય જગ્યાએ ફરજ બજવતા 50 જેટલા IAS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લા કલેક્ટર જી ટી પંડ્યાની દેવભૂમિ દ્વારકા કલેકટર તરીકે નિમણૂક કરાઈ છે. જ્યારે તેમાં સ્થાને અમદાવાદ સ્ટેટ ટેક્ષમાં અધિક કમિશ્નર તરીકે ફરજ બજાવતા ૨૦૧૨ ની બેચના IAS કિરણ જવેરીની વરણી કરાઇ છે. તેમજ મોરબીના ડીડીઓ ડી ડી જાડેજાની ગીર સોમનાથ કલેકટર તરીકે તથા મોરબીનાં નવા ડીડીઓ તરીકે જે એસ. પ્રજાપતીની નિમણુક કરાઈ છે.ત્યારે આગામી સમયમા પોલીસ બેડામાં પણ મોટાપાયે ઉચ્ચ અધિકારીઓની બદલીઓ થવાની શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં મોરબી પોલીસમાંથી પણ અનેક ઉચ્ચ અધિકારીઓની બદલી થવાની પ્રબળ સંભાવના જોવા મળી રહી છે.