Monday, April 29, 2024
HomeGujaratરાજ્યમાં ૧૮૩ પીએસઆઈ ની બદલીઓ:મોરબી જિલ્લામાં ફરજ બજાવતાં ૧૧ પીએસઆઈની અન્ય જીલ્લામાં...

રાજ્યમાં ૧૮૩ પીએસઆઈ ની બદલીઓ:મોરબી જિલ્લામાં ફરજ બજાવતાં ૧૧ પીએસઆઈની અન્ય જીલ્લામાં બદલીઓ કરાઈ

સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અધિકારીઓની બદલીઓ કરવામાં આવી રહી છે જેમાં આજે મોડી સાંજે ગુજરાત રાજ્ય પોલીસ મહાનિરીક્ષક બ્રજેશકુમાર ઝા દ્વારા રાજ્યભરમાં ૧૮૩ પીએસઆઇ ની બદલી કરવામાં આવી છે જેમાં મોરબીમાંથી ૧૧ પીએસઆઇ ને અન્ય જિલ્લામાં બદલી કરીને અન્ય જિલ્લામાંથી નવ જેટલા પીએસઆઈની નિમણુંક કરવામા આવી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી જિલ્લામાં ટંકારા પીએસઆઈ બી ડી પરમાર ને રાજકોટ ગ્રામ્ય,ટ્રાફિક શાખાના પીએસઆઈ બી વી ઝાલા ને રાજકોટ શહેર, એ વી ગોંડલિયા ને રાજકોટ શહેર,હળવદ પીએસઆઈ વી આર શુક્લા ને દેવભૂમિ દ્વારકા, વાકાનેર તાલુકા પીએસઆઈ આર એ જાડેજા ને રાજકોટ ગ્રામ્ય,મહિલા પીએસઆઇ એન એ શુક્લા ને જૂનાગઢ,મહિલા પીએસઆઇ પી સી મોલિયા ને કચ્છ પૂર્વ ગાંધીધામ મોરબી તાલુકાના મહિલા પીએસઆઈ ડી વી ડાંગર ને ભાવનગર,મહિલા પીએસઆઇ રાધિકા રામાનુજ ને કચ્છ પૂર્વ ગાંધીધામ,બી ડિવિઝન મહિલા પીએસઆંઈ એલ.એન.વાઢીયા ને કચ્છ પૂર્વ ગાંધીધામ,હળવદ પીએસઆંઈ આર બી ટાપરીયા ને કચ્છ પશ્ચિમ ભુજ ખાતે બદલી કરી તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવ્યા છે.જ્યારે અન્ય નવ પીએસઆઈ ને મોરબી જીલ્લામાં નિમણુક કરવામાં આવી છે

મોરબી જીલ્લામાં કોની કોની નિમણુક થઈ ?

રાજ્યમાં આજે ૧૮૩ પીએસઆઈ નો જંગી ગંજીપો પોલીસ ભવનથી ચિપવામાં આવ્યો હતો ત્યારે મોરબીમાંથી ૧૧ પીએસઆઈ ની બદલી થતાં સામે નવ પીએસઆઈ ની નિમણુક પણ આપવામાં આવી છે જેમાં ગીર સોમનાથ જીલ્લામાં મુખ્ય શાખા માં ફરજ બજાવતા પીએસઆઈ કરણસિંહ જોરસંગભાઈ ચૌહાણ અને વિરેન્દ્રસિંહ રાજાભાઈ સોનારા, અમદાવાદ શહેર માં ફરજ બજાવતા સોનારા પુષ્પાબેન રમેશભાઈ, અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા સંદીપ ઈશ્વરભાઈ પટેલ, ભાવનગર જીલ્લામાં ફરજ બજાવતા ગોહિલ જયવંતસિંહ ચંદુભા,જૂનાગઢ ફરજ બજાવતા સામતભાઈ નાગજીભાઈ સાગરકા,રાજકોટ ગ્રામ્યમાં ફરજ બજાવતા ચાર્મી મિલન કરકર,કચ્છ પૂર્વ ગાંધીધામ ફરજ બજાવતા કિરીટસિંહ નટવરસિંહ જેઠવાની  તેમજ કચ્છ પશ્ચિમ ભુજ માં ફરજ બજાવતાપીએસઆઈ ગરવા રામજીભાઈ ધનજીભાઈની મોરબી બદલીઓ કરી નિમણુક આપવામાં આવી છે.આં ઉપરાંત રાજ્યમાં આઇબી, વીજીલન્સ,એટીએસ સહિત મહત્વની બ્રાન્ચ માં પણ મોટી સંખ્યામાં પીએસઆઈ ની બદલીઓ કરવામાં આવી છે.

જો કે આગામી સમયમાં હજુ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પકટર સહિત આઇપીએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવનાર છે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!