મોરબી એસટી ડેપોમાં તાજેતરમાં જ નવીનીકરણ કરવામાં આવ્યું છે અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા મોરબી એસટી ડેપોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ મંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં મોરબી એસટી ડેપોમાં મુસાફરોની સંખ્યા ૩૨૦૦૦ જેટલી છે જે આગામી સમયમાં વધે તેવા પ્રયત્નો કરી રહ્યા છીએ. પરંતુ વિડિયો ફોટો વાયરલ થતાં મોરબી એસટી તંત્ર મુસાફરોની દરકાર કરતું નથી અને માલ વાહક એસટી હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.
વિડિયો જોવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો
https://fb.watch/l49PawiMvk/?mibextid=Nif5oz
જેમાં મોરબીમાં સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં મોરબી ઉદયપુર (રાજસ્થાન) રૂટની એસટી બસમાં છેલ્લી સીટો માં સનમાઈકા રોલ નો સમાન ભરી દેવામાં આવ્યો હતો અને મુસાફરો ઉભા ઉભા મુસાફરી કરવા મજબૂર બન્યા હતા ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આવડું મોટું પાર્સલ બસમાં અંદર લઇ જવાની મંજૂરી કોને આપી?મુસાફરો ટિકિટના પૈસા ખર્ચે છે તો તેને બેસવાની જગ્યા કેમ ન કરાઇ ? તેમજ આરટીઓ ના નિયમ મુજબ એસટી બસમાં સમાન ની હેરફેર ન કરી શકાય અને તે માટે જ મોટાભાગની એસટી માં પાછળના ભાગે થી સીડી કાઢી નાખવામાં આવી છે તો આરટીઓના નિયમોનો ભંગ કરનારાઓ પર કાર્યવાહી કરાશે કે કેમ તે હવે જોવું રહ્યું.