ટંકારા તાલુકાના વીરપર ગામે સ્વ. પરેશ પ્રભુભાઈ લિખિયાની 20મી માસિક પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ટંકારા-પડધરીના ધારાસભ્ય શ દુર્લભજીભાઈ દેથરિયા,સહકાર ભારતીના મોરબી જિલ્લા પ્રમુખ ડી. એમ. બાવરવા, ટંકારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દિનેશભાઈ ગડારા, મહામંત્રી રૂપસિંહ ઝાલા, ગણેશભાઈ નમેરા, ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી એપીએમસીના ચેરમેન ભવાનભાઈ ભાગીયા, ભાજપ અગ્રણી અશોકભાઈ ચાવડા, વસંતભાઈ માંડવીયા, નથુભાઈ કડીવાર, દિનેશભાઈ વાધરિયા સહકાર ભારતી મોરબીના અધ્યક્ષ શ્રી મનોજભાઈ શેરશિયા, કેશો ક્રેડિટ બેંકના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ જાળવણી અને સામાજિક જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો.