Saturday, December 28, 2024
HomeGujaratમાળિયા(મી.) ના વીર વિદરકા ગામના યુવાનની હત્યા મામલે આદિવાસી પરિવાર શંકાના દાયરામાં...

માળિયા(મી.) ના વીર વિદરકા ગામના યુવાનની હત્યા મામલે આદિવાસી પરિવાર શંકાના દાયરામાં ! પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ

મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના વીર વિદરકા ગામેં રહેતા યુવાનની હત્યા મામલે પોલીસ દ્વારા અલગ અલગ ટિમો બનાવી આરોપી સુધી પહોંચવા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

- Advertisement -
- Advertisement -

માળિયા મિયાણા તાલુકાના વીર વિદરકા ગામેં રહેતા રોહિતભાઈ જીવાભાઈ સુરેલા (ઉ.વ.27) નામનો યુવાનની અજાણ્યા ઇસમે કોઈ અગમ્ય કારણોસર પથ્થર તથા તિક્ષ્ણહથિયાર વડે માથાના ભાગે તેમજ ગળાના ભાગે ઘા મારી ગંભીર ઈજા કરી હત્યા નિપજાવી હતી આ પ્રકરણમાં ડીવાયએસપી મુનાફખાન પઠાને પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે હત્યા અંગે મૃતકના ભાઈ મહેશભાઈ જીવાભાઈ સુરેલાની ફરિયાદને પગલે પોલીસે અલગ અલગ ટિમો બનાવી આરોપીના સગળ મેળવવા તપાસ આદરી છે. ફરિયાદીના કૌંટુંબીક કાકાના વાડામા જ યુવાનની હત્યા નિપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે પોલીસે ડોગ સ્કોડ અને એફએસએલની મદદથી તપાસ વિસ્તારી છે. વધુમા કૌંટુંબીક કાકાના વાડા મા રહેતો આદિવાસી પરિવાર ઘર છડી ને ચાલ્યો ગયો હોવાથી પોલીસ દ્વારા હાલ તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. આ હત્યા પ્રકરણમાં તેની સંડોવણી છે કે કેમ? તે સહિતની દિશામા કાર્યવાહી ચાલી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!