Tuesday, November 19, 2024
HomeGujaratમોરબીમાં “અગ્નિશમન સેવા દિન” નિમિત્તે અગ્નિશમન સેવાનાં વીર શહીદોને શ્રદ્ધાંજલી અર્પિત કરાઈ

મોરબીમાં “અગ્નિશમન સેવા દિન” નિમિત્તે અગ્નિશમન સેવાનાં વીર શહીદોને શ્રદ્ધાંજલી અર્પિત કરાઈ

ભારત સરકારના આદેશથી દર વર્ષે 14 મી એપ્રિલને સમાન સેવા દિન તરીકે મનાવી અગ્નિશમન સેવાના તમામ નામી અનામી વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. ત્યારે મોરબીમાં પણ “અગ્નિશમન સેવા દિન” નિમિત્તે અગ્નિશમન સેવાનાં વીર શહીદોને શ્રદ્ધાંજલી અર્પિત કરાઈ હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી નગરપાલિકા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના જણાવ્યા અનુસાર, તારીખ 14મી એપ્રિલ 1944 ના રોજ બપોરના આશરે બે વાગ્યાના અરસામાં મુંબઈ વિક્ટોરિયા ડોકયાર્ડ માં ઇંગ્લેન્ડથી આવેલા એસ.એસ. ફોર્ટ સ્ટાઇકિન નામના બ્રિટિશ માલવાહક જહાજમાં ધુમ્રપાનના તણખામાંથી અચાનક પ્રચંડ ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે જહાજમાં રહેલા માલ સામાન અને લોક સલામતી કાજે આગ બુજાવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના 66 કર્મચારીઓએ પોતાના જાનની પરવાહ કર્યા વગર દેશની માલમિલકતનું રક્ષણ કરવા પોતાની જાન નું બલિદાન આપ્યું હતું. સાથે ૩૦૦થી વધારે અન્ય લોકો પણ આ ધડાકાનો ભોગ બન્યા હતા. કુદરતી હોનારતો અને માનવસર્જીત હોનારતોમાં લોકો નાં જાન-માલ નું રક્ષણ કરવા પોતાના જાન ન્યોછાવર કરી પ્રાણની આહુતિ આપી. ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર નામી-અનામી શહીદોની યાદમાં ભારત સરકારના આદેશથી દર વર્ષે ૧૪મી એપ્રિલને “અગ્નિશમન સેવા દિન” તરીકે મનાવી અગ્નિશમન સેવાનાં તમામ નામી-અનામી વીર શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!