મોરબી કંડલા બાયપાસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ડમ્પર,બોલેરો અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માતને કારણે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જો કે, સદ્દનસીબે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી.
મોરબી કંડલા બાયપાસ હાઇવે પર ડમ્પર,બોલેરો અને ઇકો કાર વચ્ચે ટ્રીપલ અક્સ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતને કારણે ડમ્પર અને ઇકો પલ્ટી મારી ગઈ હતી. જયારે બોલેરોનો બોનેટનો ભાગ દબાઈ જવા પામ્યો હતો. જો કે, અકસ્માતમાં સદ્દનસીબે જાનહાનિ ટળી હતી. અને એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ત્યારે અકસ્માતને પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. તેમજ બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કવાયત હાથ ધરી છે.