સલામત સવારી એસટી અમારી એવા સ્લોગન સાથે ચાલતી રાજ્ય સરકારની બસો છાસવારે અકસ્માત સર્જી રહી છે. ત્યારે વધુ એક વખત એસટી બસએ અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં મોરબીના જેપુર ગામ પાસે એસટી બસ એ ઓવરટેક કરતાં સમયે ટ્રીપલ અકસ્માત સર્જાયો છે. જેમાં ચાર થી પાંચ જેટલા લોકોને ઇજાઓ પહોંચી છે.
મળતી માહિતી અનુસાર, રાજ્ય સરકારની એસટી બસ જાણે બેફામ બની હોય તેમ છાસવારે અકસ્માતોની ઘટના સામે આવી રહી છે. ત્યારે એસટી બસ દ્વારા વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મોરબીના જેપુર ગામ પાસે એસટી બસએ ઓવરટેક કરતાં સમયે ટ્રીપલ અકસ્માત સર્જાયો છે. જેમાં એક પેસેન્જર માટે ઉપયોગમાં લેવાતી એસટી બસ અને એક રિપેરિંગ માટે વપરાતી ગુડ્ઝ એસટી બસ અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જે બનાવમાં ચારથી પાંચ જેટલા લોકોને ઇજાઓ પહોંચી હોવાની માહિતી સામે આવી રહી છે. જયારે અકસ્માત બાદ એસટી કામ માટે વપરાતી બસનો ચાલક ફરાર થયો છે.