મોરબી: સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ધર્મપત્નિ માતુશ્રી વીરબાઈ માઁ ની પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે આવતીકાલે ધાર્મિક ભાવના સભર ત્રિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં સુંદરકાંડના પાઠ, ધૂન-ભજન અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી જલારામ ધામ ખાતે સંત શિરોમણી શ્રી પૂજ્ય જલારામ બાપાની ધર્મપત્નિ માતુશ્રી વીરબાઈ માઁ ની પૂણ્યતિથી નિમિતે ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે તા. ૧૩ નવેમ્બર ૨૦૨૫ ગુરુવાર કારતક વદ નોમના પવિત્ર દિવસે આ ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન ગંગારામભાઈ દેવચંદભાઈ કક્કડ (શ્રી હરી પરિવાર) ના સહયોગથી કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ અંતર્ગત સાંજે ૪ વાગ્યાથી ૬ વાગ્યા સુધી ધૂન-ભજન અને સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ પૂજ્ય જલારામ બાપા તથા માતુશ્રી વીરબાઈ માઁની મહાઆરતી બાદ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે. મોરબીના જલારામ ભક્તો, ધર્મપ્રેમીઓ અને સર્વજનને આ પૂણ્ય પ્રસંગે ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા અનુરોધ કર્યો છે









