Monday, November 18, 2024
HomeGujaratજ્યાં તિરંગો લહેરાવવામાં મોતનું જોખમ હતું તે શ્રીનગરમાં હવે તિરંગા યાત્રા યોજાઈ:સક્રિય...

જ્યાં તિરંગો લહેરાવવામાં મોતનું જોખમ હતું તે શ્રીનગરમાં હવે તિરંગા યાત્રા યોજાઈ:સક્રિય આતંકવાદીના રાષ્ટ્રપ્રેમી ભાઈએ પણ તિરંગો લહેરાવ્યો

જમ્મુ કાશ્મીર કે જે છે ભારતનો જ હિસ્સો પરંતુ અમુક વર્ષો પહેલા જમ્મુ કાશ્મીરમાં તિરંગો લહેરાવવો એટલે મોતને આમંત્રણ આપવા જેવી સ્થિતિ હતી.જોકે મોદી સરકાર આવ્યા બાદ જમ્મુ કાશ્મીરની સ્થિતિ સામાન્ય બની ગઈ છે અને હાલમાં જમ્મુ કાશ્મીર   ની રાજધાની શ્રી નગરના લાલચોકમાં તો તિરંગો લહેરાય છે જ પરંતુ તિરંગા રેલી પણ યોજાઇ રહી છે.તેમજ એક રાષ્ટ્રપ્રેમી ભાઈએ તિરંગો લહેરાવી તેના ભાઈ કે જે દેશ સાથે ગદારી કરી ને આતંકવાદી સંગઠન સાથે જોડાઈ ગયો છે તેને તેમજ દેશના દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો છે.

- Advertisement -
- Advertisement -

જેમાં વાત કરીએ તો ૧૫ મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પહેલા કાશ્મીરમાં રહેતા રાષ્ટ્રપ્રેમી રઈસ મટ્ટૂએ ઉત્તર કાશ્મીરના સોપોરમાં ત્રિરંગો ફરકાવ્યો હતો.અને રઇસ મટટુ નો સગો ભાઈ જાવેદ મટટુ હિઝબુલ મુજાહિદ્દીન આતંકવાદી સંગઠન સાથે જોડાયેલ છે. જાવેદ હિઝબુલ મુજાહિદ્દીનનો સક્રિય આતંકવાદી છે અને છેલ્લા ૧૧ વર્ષથી પાકિસ્તાનમાં  છે.અને રઇસ મટ્ટુ એ તિરંગો ફરકાવી આતંકવાદી બનેલા ભાઈ અને દેશના દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો છે.

જ્યાં અમુક વર્ષો પહેલા તિરંગો ફરકાવવો એટલે મોતને આમંત્રણ આપવા જેવી સ્થિતિ હતી તેવા શ્રીનગરના ઐતિહાસિક લાલ ચોક ખાતે હવે ત્રિરંગા રેલી યોજાઇ રહી છે

જમ્મુ કાશ્મીર માં અને ખાસ કરીને શ્રી નગર માં જ્યાં અમુક વર્ષો પહેલા તિરંગો લહેરાવવા એટલે મોતને આમંત્રણ આપવા જેવી સ્થિતિ હતી ત્યાં સ્વતંત્રતા દિવસ પહેલા રવિવારે શ્રીનગરના ઐતિહાસિક લાલ ચોક ખાતે બાઇક ત્રિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીનગરના આઈજી અજય કુમાર યાદવ અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ ત્રિરંગા રેલી કાઢવામાં આવી હતી.આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીમાં ૭૫ બાઇક સવારોએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને રેલી કાઢી હતી. આ દરમિયાન આકાશ ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી ગુંજી ઉઠ્યું હતું. રેલી દરમિયાન લોકોમાં દેશભક્તિની ભાવના વધે તેવી કામગીરી કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે દરેક ઘરે તિરંગા ઝુંબેશની શરૂઆત કરી હતી. તે જ તર્જ પર આ વર્ષે પણ દેશવાસીઓને ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા અભિયાન’માં ભાગ લેવા માટે કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે ભારત તેનો ૭૭ મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. સ્વતંત્રતા દિવસના અવસર પર કેન્દ્ર સરકારે દેશભરમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ શરૂ કર્યું છે. દેશભરમાં દરેક ઘરે ત્રિરંગા ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. આ અંતર્ગત જમ્મૂ-કાશ્મીરમાં પણ દરેક ઘરમાં તિરંગા રેલી કાઢવામાં આવી હતી.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!