Friday, April 10, 2026
HomeGujaratહળવદના સુંદરગઢ નજીક રોંગ સાઈડમાં આવેલા ટ્રકનો આઇસર સાથે અકસ્માત, ચાર ઘાયલ

હળવદના સુંદરગઢ નજીક રોંગ સાઈડમાં આવેલા ટ્રકનો આઇસર સાથે અકસ્માત, ચાર ઘાયલ

હળવદ તાલુકાના સુંદરગઢ ગામ નજીક રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રકે આઇસર સાથે સામેથી અથડાવતા અકસ્માત સર્જાયો હતો. બનાવમાં આઇસરના ડ્રાઈવરને ફ્રેકચર જેવી ઇજા તેમજ સાથે રહેલા ત્રણ શ્રમિકો પણ ઈજાગ્રસ્ત થયા હતા, હાલ હળવદ પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના સુંદરગઢ ગામ નજીક ૩ એપ્રિલની રાત્રે અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ધ્રાંગધ્રા પોસ્ટ ઓફીસ રોડ ધ્રાંગધ્રા ખાતે રહેતા પંકજગીરી ગુલાબગીરી ગોસ્વામી ઉવ.૪૨ ગત તા.૦૩/૦૪ના રોજ પોતાના હવાલા વાળા આઇસર રજી.નં. જીજે-૨૭-ટીજી-૭૭૧૨માં મજૂરો સાથે મોરબીથી પરત ફરી રહ્યા હતા ત્યારે સુંદરગઢ ગામ નજીક નદીનો બ્રિજ પસાર થયા બાદ સામે હળવદ તરફથી આવતા ટ્રક રજી.નં. જીજે-૩૬-એક્સ-૬૦૩૮ ના ચાલકે પોતાનું વાહન રોંગ સાઈડમાં ચલાવી આવી આઇસર સાથે સામેથી અથડાવી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં આઇસરનો ડ્રાઈવર પંકજગીરી ગોસ્વામી વાહનમાં જ ફસાઈ ગયા હતા, જેને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને જમણા પગમાં ફ્રેક્ચર તેમજ હાથ, માથા અને મોઢાના ભાગે ઈજાઓ પહોંચી હતી, જ્યારે સાથે રહેલા મજૂરોને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી.

ત્યારે અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને પ્રથમ ચરાડવા હોસ્પિટલ ખસેડાયા બાદ વધુ સારવાર માટે મોરબી અને ત્યારબાદ રાજકોટ તેમજ સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આઇસર ચાલકની ફરિયાદને આધારે હળવદ પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!