Friday, September 20, 2024
HomeGujaratમાળીયા(મી)ના ખાખરેચી ગામની સીમમાંથી દારૂ-બીયરની ૭૯૩૨ બોટલ સાથે ટ્રક ચાલક ઝડપાયો:૩૩.૬૬ લાખનો...

માળીયા(મી)ના ખાખરેચી ગામની સીમમાંથી દારૂ-બીયરની ૭૯૩૨ બોટલ સાથે ટ્રક ચાલક ઝડપાયો:૩૩.૬૬ લાખનો મુદ્દામાલ જપ્ત

દારૂનો વેપલો કરતા બૂટલેગરો એ મોબાઈલ નંબર ટ્રેસ ન થાય તે માટે એપ્લીકેશન મારફતે વિદેશી કોડ વાળા નંબર ઉપયોગ કરવાનું શરુ કર્યું

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી દ્વારા હળવદ માળિયા હાઇવે પરથી આશરે ૨૧.૪૬લાખની કિંમતનો વિદેશી દારૂ- બિયરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે ત્યારે એક આરોપી સાથે કુલ ૩૩.૬૬ લાખ ની કિંમતનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે ત્યારે અન્ય બે આરોપીઓને શોધી કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

ત્યારે આ અંગે મળતી વધુ માહિતી મુજબ હળવદ માળિયા હાઇવે રોડ પર આવેલ ખાખરેચી ગામની સીમ પાસે આવેલ અણીયારી ટોલના કપાશે જીજે-૦૬-વિવી-૮૬૯૯ રજીસ્ટ્રેશન નંબર વાળો ટ્રક વિદેશી દારૂનો જથ્થો લઈ આવતો હોય ત્યારે તેમને અટકાવવામાં આવ્યો હતો ત્યારે ટ્રકની તપાસ કરતા ટ્રક અંદર વાસના બાબુ ભરી ઠાઠામાં ચોરખાનું બનાવી તેમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની તથા બિયરનો જથ્થો પરપરાતમાંથી આયાત કરી ખોટી બીલટી ઈવે બિલ તથા ઇન્વેસ્ટ બીલ બનાવી રજૂ કરી વિદેશી દારૂનો જથ્થો હેરાફેરી કરવામાં આવતો હોય ત્યારે ટ્રક ની અંદર તપાસ કરતાં ટ્રકમાંથી કિંગ્સ ગોલ્ડ સ્પે.વ્હીસ્કીની બોટલો નંગ- ૧૧૬૪ કિ.રૂ. ૩,૪૯,૨૦૦/-, મેગ્ડોવેલ્સ ૦૧ કલેકશન વ્હીસ્કીની બોટલો નંગ-૨૩૨૮કિ.રૂ. ૬,૯૮,૪૦૦/- , રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની બોટલો નંગ-૧૫૬૦કિ.રૂ.૮,૧૧,૨૦૦/-મળી કુલ બોટલો નંગ-૫૦૫૨ કુલ કી.રૂ.૧૮,૫૮,૮૦૦/- તથા, ગીન્સબર્ગ પ્રિમીયમ સ્ટ્રોંગ બીયરના ૫૦૦ મીલીના ટીન નંગ- ૨૮૮૦કિ.રૂ. ૨,૮૮,૦૦૦/- મળી દારૂ/બિયરની કુલ કિ.રૂ.૨૧,૪૬,૮૦૦/- નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો ઉપરાંત ગુન્હામાં વપરાયેલ ટ્રક કી.રૂ.૧૨,૦૦,૦૦૦/- મોબાઈલ નંગ ૧ કી.રૂ.૫૦૦૦/-, તેમજ રોકડ રકમ ૧૪,૬૪૦/- મડી કુલ કિંમત ૩૩,૬૬,૪૪૦/- ની કિંમત નો મુદ્દામાલ પકડી પડવામાં આવ્યો છે. ત્યારે એલસીબી દ્વારા ટ્રક ડ્રાઇવર સોનારામ દુદારામ લુંબારામજી કડવાસરા( ઉંમર વર્ષ ૨૮ મૂળ બાડમેર રાજસ્થાન) વાળાને પકડી પાડવામાં આવ્યો છે.

આ અંગે ઝડપાયેલ આરોપીની પ્રાથમિક પુછપરછ કરતાં એલસીબી ની ટીમને જાણવા મળ્યું હોય કે ટ્રક ડ્રાઇવર સોનારામ પોતાના હવાલા વાળું અશોક લેલન ગાડી રજીસ્ટ્રેશન નંબર જીજે-૦૬-વિવી-૮૬૯૯ માં આરોપી નંબર અરવિંદજી જાટ (રહે જોધપુર રાજસ્થાન )વાળા એ આ વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે મોકલેલ હોય ત્યારે આ કામમાં આરોપી શ્રવણરામ મદારામ જાટ (રહે બાડમેર રાજસ્થાન )વાળાએ ટ્રકમાં આ વિદેશી દારૂનો જથ્થો ભરી આપ્યું હોય બાદ આ ટ્રકને અહીં મોકલવામાં આવ્યો હોય. ઉપરાંત મોબાઈલ ટ્રેસ ના થઈ તે માટે એપ્લિકેશન મારફતે +1(816)424-4989 અને +1(705)413-2863 જેવા નંબર નો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારે એલસીબી દ્વારા આ તમામ જથ્થાની અટકાયત કરી લેવામાં આવી છે ઉપરાંત સ્થળ પરથી ટ્રક ડ્રાઇવર સોનારામને પકડી પાડવામાં આવે છે ત્યારે અન્ય બે આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!