Thursday, September 19, 2024
HomeGujaratટ્રક ચાલકો બેફામ : મોરબીમાં ટ્રક ચાલકની બેદરકારીનાં કારણે કન્ટેનરે પલ્ટી મારતા...

ટ્રક ચાલકો બેફામ : મોરબીમાં ટ્રક ચાલકની બેદરકારીનાં કારણે કન્ટેનરે પલ્ટી મારતા બે રાહદારી યુવકો ગંભીર રીતે ઘવાયા

મોરબીમાં ટ્રક ચાલકની બેદરકારીને કારણે વધુ એક અકસમાતનો બનાવ સામે આવ્યો છે. જેમાં મોરબી વાંકાનેર હાઇવે પર પુરપાટ ઝડપે જતા ટ્રકે કાવો મારતા ટ્રકની પાછળનુ કન્ટેનર અચાનક પલ્ટી મારી ગયું હતું. જેના કારણે રસ્તા પર ચાલીને જઈ રહેલ બે સગા ભાઈઓ ગંભીર રીતે ઘવાયા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં ઓરસનઝોન એપાર્ટમેન્ટ ફલેટ નં- A-402, લાલપર ખાતે રહેતા પ્રવિણભાઇ અને પવનભાઇ નામના બે યુવકો મોરબી વાંકાનેર હાઇવે સ્ટાર કારખાનાની બાજુમાં નળીયાના કારખનાની સામે સર્વિસ રોડ પરથી ચાલીને પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી આવતા GJ-12-BY-7820 નંબરના ટ્રક કન્ટેનર ના ચાલકે પોતાનું વાહન પુરપાટ ઝડપે સર્પાકાર ચલાવી બંને ચાલીને રોડની સાઇડમાં જતા ભાઈઓને ટ્રક કન્ટેનરને કાવો મારતા ટ્રકની પાછળનુ કન્ટેનર જમીન ઉપર પડત્તા બંને યુવકો પ્રવિણભાઇને ફ્રેકચર તથા સામાન્ય ઇજાઓ પહોંચતા બંનેને સારવાર અર્થ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે ટ્રક ચાલક ટ્રક છોડી નાસી જતા સમગ્ર મામલે ઇજાગ્રસ્તોનાં માતા શિવાનીબેન સંજયકુમાર ગુપ્તા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!