માળીયા મી.નાં અણિયારી ટોલનાકા પાસે સાંજે ૯ :૪૫ ની આજુબાજુ ત્યાંથી પસાર થતા ગાંધીધામ નાં ટ્રક ચાલક ધનાભાઇ રબારી ને ગાડી રાખવા બાબતે ટોલનાકાના કર્મચારીઓએ હાથમાં પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો જેના રોષ ને લઈને ટ્રક ચાલકોએ ટ્રકોના પૈડાં થંભાવી દીધા હતા અને જોત જોતામાં આં લાઈન પાંચ થી સાત કિમી સુધી હળવદ તરફ અને પાંચ કિમી માળીયા તરફ વાહનોના થપ્પા લાગી ગયા હતા જેને લઇને એસટી અને અન્ય મુસાફરો તેમજ વાહનચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો જો કે ઘટના સ્થળની ગરમા ગરમીને લઈને ટોલનાકાના કર્મચારીઓ પણ ઓફિસમાં લોક કરીને બંધ થઈ ગયા હતાં ત્યારે માળીયા પીએસઆઈ વી. જે.જેઠવા અને મોરબીના પત્રકાર અતુલભાઈ જોશી દ્વારા મધ્યસ્થી અને સમજાવટ બાદ ટ્રક ચાલકની ફરિયાદ નોંધાવવા અને કડક કાર્યવાહીનો આશાવાદ વ્યક્ત કરતા મામલો થાળે પડ્યો હતો અને ટ્રક ચાલકોએ પોતાના ટ્રકો ત્યાંથી ખસેડ્યા હતા જો કે આં છતાં માળીયા પોલીસને આં ટ્રાફિક કલિયર કરતા આશરે ત્રણ કલાકથી વધુનો સમય લાગી ગયો હતો ત્યારે આ મામલો વધુ બિચકે એ પહેલા જ માળીયા પોલીસે સમયસૂચકતા વાપરી ઘી નાં ઠામમાં ઘી પાડી દીધું હતું અને ટ્રક ચાલકને માર મારનાર વિરૂદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.