ટંકારા પેટ્રોલ પંપ નજીક રાજકોટ મોરબી રોડ પર ગેસ ભરેલ ટાકો પલટી ખાઈ જતાં તંત્ર દ્વારા તાકીદે રેશકયુ માફક કામગીરી હાથ ધરી. કચ્છ તરફથી રાજકોટ જતા ગેસ ભરેલ ટ્રકની આગળ રીક્ષા ઉતરતા પલટી મારી ગયો સદ્ભાગ્યે કોઇ જાનહાની થઇ ન હોય તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા થી મોરબી તરફ આવેલ પેટ્રોલ પંપ નજીક કચ્છથી રાજકોટ તરફ જતો એલ પી જી ગેસ ભરેલ ટેન્કર આગળ રીક્ષા અચાનક આવી જતા ચાલકે બચાવવા જતાં ઝવ્લનશિલ ટ્રક પલટી ખાઈ રોડ પરથી હેઠે ઉતરી જતા ટંકારા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી પ્રસંગો પાત ટંકારા રોડ ઉપર હોય તાકીદે એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કેતન સખિયા સાહેબને ધટના અંગે વાકેફ કરી ટંકારા પોલીસના એમ જે ધાંધલ બિટ જમાદાર સિદીકીભાઈ સહિતના સ્ટાફ ઉપરાંત મોરબી ફાયર બ્રિગેડના જવાનો અને ક્રેન નો ઈમર્જન્સી સંપર્ક કર્યો હતો તાકીદે કાર્યવાહી હાથ ધરી મોટી દુર્ઘટના બનતા અટકાવી હતી.ઘટના ને પગલે રાજકોટ મોરબી રોડ પર પસાર થતા વાહનચાલકો મા થોડી વાર ભયનું વાતાવરણ ફેલાયું હતું જોકે તંત્રની કામગીરી થી ટ્રાફિક અને સાવચેતી દાખવી ટુક સમયમાં વાહન વ્યવહાર પુર્વવત થઈ ગયો હતો.