મોરબીમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જે માર્ગ અકસ્માતનો શિકાર પોલીસ કર્મીઓ થયા છે. જેમાં પુરપાટ ઝડપે આવતા ટ્રકે પોલીસની બસને હડફેટે લેતા વાનમાં સવાર બે પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જે સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ સબ ઇન્સ્પેકટર એ.વી.પાતળીયા ગઈકાલે મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર કેનેરા બેંક સામેથી પસાર થઇ રહ્યા હોય ત્યારે તેમની જીજે ૧૮ જીએ-૩૩૬૩ પી.નં-૧૧૮ (જી.પી.૧૯) નંબરની બસ ને જીજે ૩૬ એકસ ૯૮૪૩ નંબરનાં ટ્રકના ચાલકે પોતાનું ટ્રક પુરપાટ ઝડપે બીફકરાઇથી ચલાવી નીકળી પાછળના ભાગે ઠાઠામાં અથડાવી નુકશાન કરી પી.એસ.આઈ. તથા સાથી પોલીસ કર્મી સંજયભાઇ ઘનશ્યામભાઇને માથામાં સામાન્ય મુંઢ ઇજાઓ પહોંચાડતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ દાખલ કરવામાં આવી છે.