Wednesday, January 8, 2025
HomeGujaratમોરબી નેશનલ હાઇવે પર રોડની સાઇડમા ઉભેલ કન્ટેનર સાથે ટ્રક અથડાયો :...

મોરબી નેશનલ હાઇવે પર રોડની સાઇડમા ઉભેલ કન્ટેનર સાથે ટ્રક અથડાયો : કન્ટેનર રીપેર કરી રહેલ ડ્રાઇવરનું મોત

ગુજરાતમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે. બેકાબુ વાહનો અથડાતા મોતની ઘટનાઓ સામે આવી રહી છે. ગઈકાલે સવારે બેકાબુ બનેલ ટ્રકનાં ચાલકે પોતાનું ટ્રક પુરપાટ ઝડપે ચલાવી નેશનલ હાઇવે પર રોડની સાઇડમા ઉભેલ કન્ટેનર સાથે ઢાકાભેર અથડાવી દેતા કન્ટેનર રીપેર કરી રહેલ ડ્રાઇવર પર ટ્રકનું ટાયર ચઢી જતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે સવારે ૦૭ વાગ્યાના અરસામાં કચ્છ-મોરબી નેશનલ હાઇવે સુરજબારી પાસે આવેલ ચેક પોસ્ટ પાસે કચ્છથી માળીયા તરફ આવતા હાઇવે રોડ ઉપર જી.જે.-૧૪-ઝેડ-૬૦૪૦ નંબરના કન્ટેનરનાં ચાલકે પોતાના કન્ટેનરમાં કોઈ ખામી સર્જાતા રોડની સાઇડમા પોતાનું કન્ટેનર પાર્ક કરી રીપેરીંગ કામ કરી રહ્યો હતો. ત્યારે આર.જે.-૦૭-જી.સી.-૮૦૩૬ નંબરના ટ્રેઇલરના ચાલકે પોતાનું ટ્રેઇલર પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આગળ રોડની સાઇડમા કન્ટેનરના ડ્રાઇવર આનંદકુમાર હરીલાલ પાલ રીપેરીંગ કરતા હોય તેની ગાડીને પાછળથી ભટકાડી દઇ ગાડીના નીચે રહેલ ડ્રાઇવરના મોઢાના ભાગે ગાડીનુ ટાયર ફેરવી દેતા ડ્રાઇવર આનંદકુમાર પાલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે સ્થાનિકોએ માળીયા મીં. પોલીસને બનાવ અંગે જાણ કરતા તેઓએ સ્થળ પર આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!