Friday, February 27, 2026
HomeGujaratમહેન્દ્રનગર ચોકડીએ ટ્રક પલટી ખાઈ કારના બોનેટ ઉપર પડ્યો

મહેન્દ્રનગર ચોકડીએ ટ્રક પલટી ખાઈ કારના બોનેટ ઉપર પડ્યો

પુરઝડપે ચલાવી અચાનક બ્રેક મારતા સર્જાયો અકસ્માત, મોટી જાનહાની સહેજમાં ટળી, ટ્રક-ચાલક સામે ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રાફિક દરમિયાન ફૂલ સ્પીડમાં પોતાનું વાહન ચલાવી, ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા ટ્રક પલટી ખાઈ પાછળ ઊભેલી કારના બોનેટ ઉપર પડ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ કારને ભારે નુકસાન થયું છે. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

મોરબી શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમાં સાંજના ટ્રાફિક સમયે અકસ્માતની ઘટના સામે આવી છે. જે અકસ્માતની ઘટના અંગે કાર ચાલક ફરિયાદી નીતિનભાઈ દેવજીભાઈ રાઠોડ ઉવ.૨૯ રહે. જુની પીપળી ગામ તા.જી.મોરબી, જેઓ સરતાનપર રોડ સ્થિત મીલેનીયમ ટાઈલ્સના કારખાનામાં પ્રાઈવેટ નોકરી કરે છે, તેઓ ગત તા. ૨૫/૦૨/૨૦૨૬ના રોજ સાંજે કારખાનેથી પોતાની હ્યુન્ડાઈ ગ્રાન્ડ આઈ-૧૦ રજી. નં. જીજે-૩૬-એલ-૬૧૫૮ લઈ ઘરે જઈ રહ્યા હતા. પીપળી ગામ તરફ જતા તેઓ મહેન્દ્રનગર ચોકડી નજીક પહોંચ્યા ત્યારે એક ટાટા કંપનીનો ટ્રક રજી. નં. જીજે-૧૨-એઝેડ-૯૬૦૯ પુરઝડપે આવી તેમની કારને ઓવરટેક કરી આગળ નીકળ્યો હતો. આગળ અન્ય વાહન હોવાને કારણે ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા ટ્રક પલટી ખાઈ ગયો હતો. તે સમયે ટ્રાફિકને કારણે ફરિયાદીની કાર પાછળ ઊભી હતી, જેના ઉપર ટ્રકનો પાછળનો ભાગ આવી પડતા કારના બોનેટનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ચીબાઈ ગયો હતો. અકસમાતમાં મોટી જાનહાની ટળી હોવા છતાં કારને મોટું નુકસાન પહોંચ્યું છે. બનાવ બાદ ફરિયાદી સુરક્ષિત રીતે કારમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યારે અકસ્માતના આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!