Saturday, December 21, 2024
HomeGujaratહળવદના જુના દેવળીયા ગામ નજીક બંધ ડમ્પરની પાછળ અથડાયેલ ટ્રક ટેઇલર ચાલકનું...

હળવદના જુના દેવળીયા ગામ નજીક બંધ ડમ્પરની પાછળ અથડાયેલ ટ્રક ટેઇલર ચાલકનું મોત

કોઈપણ જાતના આડસ કે સિગ્નલ રાખ્યા વિના રોડની વચ્ચે બંધ ડમ્પર રાખનાર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ

- Advertisement -
- Advertisement -

મોરબી-અમદાવાદ હાઇવે રોડ ઉપર જુના દેવળીયા ગામ નજીક રોડ ઉપર બંધ પડેલ ડમ્પર આગળ પાછળ કોઈ આડસ કે સિગ્નલ રાખ્યા વિના ડમ્પર ચાલક પોતાનું ડમ્પર પાર્ક કરેલ હોય જે બંધ ડમ્પરની પાછળ ટ્રક ટેઇલર અથડાતા ૬૦ વર્ષીય ટેઇલર ચાલકનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર દ્વારા ડમ્પર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

પ્રાપ્ત માહિતી મુજબ ગઈ તા.૧૭/૧૨ના રોજ સાંજના સુમારે મોરબી-અમદાવાદ હાઇવે ઉપર જુના દેવળીયાના બોર્ડ નજીક ડમ્પર ચાલક આરોપીએ પોતાના કબજા હવાલાની બંધ પડેલી અશોક લેલન કંમ્પનીના ડમ્પર રજી.નં. આરજે-૨૭-જીડી-૬૧૮૭ જાહેર રોડ ઉપર આવતા જતા ટ્રાફીકને અડચણરૂપ તેમજ ભયંકર અકસ્માત સર્જાય તેમ મુકી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરી નિષ્કાળજી રાખી તેમજ ડમ્પરની પાર્કીંગ લાઇટ તથા ડમ્પરની પાછળ યોગ્ય અંતરે કોઇપણ પ્રકારના લાઇટના સિગ્નલો કે ભય સુચક સંકેતો કે કોઈપણ પ્રકારની આડશ નહીં રાખી રોડની વચ્ચે બંધ ડમ્પર રાખ્યું હતું તે દરમિયાન હાલ રહે.ગાંધીધામ સાંઈકૃપા ફ્રેટ કેરીયર ટ્રાન્સપોર્ટમાં જીલ્લો-કચ્છ મુળરહે.-ખેલડીયા ગામ મેલાઘાટ રોડ તાલુકો-ખટીમ્મા(ઉતરાખંડ) વાળા લચ્ચીચંદ રલીચંદ જાતે-ઠાકુર ઉવ-૬૦ પોતાના હવાલાનું ટાટા કંમ્પનીનું ટ્રેઇલર રજી.નં.-જીજે-૧૨-બીટી-૮૪૯૯ ચલાવી નીકળતા ઉપરોકત બંધ પડેલ ડમ્પરની પાછળની બાજુ મોડી સાંજે ટ્રક ટેઇલર સહીત અથડાતા વાહન અકસ્માત થયો હતો. જેમાં ટેઇલર ચાલકને કપાળના ભાગે ગંભીર ઇજા તથા ગળાના ભાગે ઇજા પહોંચતા તેમનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટનામાં મૃત્યુ અંગેના બનાવ બાબતે મૃતક ટેઇલર ચાલકના પુત્ર રનબહાદુર લચ્ચીચંદ ચંદ દ્વારા હળવદ પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ સાથે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!