Saturday, January 11, 2025
HomeGujaratટ્રક બન્યો યમદૂત :મોરબી વાંકાનેર હાઇવે પર મોટરસાઈકલને હડફેટે લેતા બાઈક ચાલક...

ટ્રક બન્યો યમદૂત :મોરબી વાંકાનેર હાઇવે પર મોટરસાઈકલને હડફેટે લેતા બાઈક ચાલક વૃદ્ધનું મોત નીપજ્યું

વાકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે આરોપીએ પોતાનું ટ્રક ડમ્પર ચલાવી લાલપર શ્યામ હોટલની સામે આવેલ ડિવાઇડરની કટ પાસે વળતા મોટર સાયકલને પાછળથી ટકકર મારી એકસીડન્ટ કરી આધેડને ટ્રક ડમ્પરના ખાલી સાઇડના આગળના બન્ને ટાયરમા લઇ માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી સ્થળ ઉપર મોત નિપજાવી એકસીડન્ટ કરતા આરોપી વિરોધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે GJ-03-BW-8837 નંબરનો ટ્રક ડમ્પરના ચાલકે પોતાના હવાલાવાળુ ટ્રક ડમ્પર ચલાવી લાલપર શ્યામ હોટલની સામે આવેલ ડિવાઇડરની કટ પાસે વળતા ફરીયાદી મહેશભાઇ ભુદરભાઇ દેત્રોજાના પિતા ભુદરભાઇ દેત્રોજાનાં GJ-36-Q-7490 નંબરનાં મોટર સાયકલને પાછળથી ટકકર મારી એકસીડન્ટ કરી ફરીયાદીના પિતાને ટ્રક ડમ્પરના ખાલી સાઇડના આગળના બન્ને ટાયરમા લઇ માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી સ્થળ ઉપર મોત નિપજાવી એકસીડન્ટ થયા અંગે નજીકના પોસ્ટેશનમા જાણ કર્યા વગર પોતાના હવાલા વાળુ ટ્રક ડમ્પર સ્થળ ઉપર મુકી નાશી જતા આરોપી વીરૂધ્ધ મોરબી તાલુકા પોલીસે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!