મોરબીનાં જેતપર રોડ પીપળી ગામથી આગળ મનીષ કાટા સામે પુરપાટ ઝડપે જતા ટ્રકના ચાલકે ખાલી સાઇડના અરીસામા જોયા વગર ખાલી સાઇડમા વાળી લેતા પાછળથી આવતા મોટરસાઈકલ સાથે એકસીડન્ટ કરતા મોટરસાઈકલ સવાર યુવકનુ સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. જયારે એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. તેમજ આરોપી પોતાનું વાહન સ્થળ પર મૂકી ફરાર થઇ જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીની ઇન્દીરાનગર માળીયા ફાટક પાસે રહેતા હમીરભાઇ ગોવિંદભાઇ મુછડીયાનો ભાઈ ચંદુલાલ ગોવિંદભાઇ મુછડીયા ગત તા-૦૪/૧૧/૨૦૨૩ ના રોજ પોતાનું જી-જે-૦૩-એચ-એન-૩૮૩૨ નંબરનું મોટરસાઈકલ લઈ પ્રકાશભાઇ જેસીગભાઇ સોલંકી સાથે મોરબી જેતપર હાઇવે રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે જીજે-૧૨-એ-ઝેડ-૭૮૯૪ નંબરનાં ટ્રક ડમ્પરનાં ચાલકે પોતાનું ટ્રક ડમ્પર મોરબી જેતપર હાઇવે રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી પીપળી ગામથી આગળ આવેલ મનીષ કાટા સામે ટ્રક ડમ્પર ખાલી સાઇડના અરીસામા જોયા વગર મનીષ કાટા તરફ ખાલી સાઇડમા વાળી આછાથી આવતી ચંદુભાઈની મોટરસાઈકલ સાથે એકસીડન્ટ કરી ચંદુલાલનુ સ્થળ ઉપર મોત નીપજાવી અને પ્રકાશભાઇને કમરના ભાગે તથા પગમા મુઢ ઇજા પહોચાડી અકસ્માત થયા અંગે નજીકના પોલીસ સ્ટેશનમા જાણ નહી કરી પોતાના હવાલા વાળુ ટ્રક ડમ્પર સ્થળ ઉપર મુકી નાશી જતા સમગ્ર મામલે મૃતકના ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.