મોરબીનાં એસ.ટી. વિભાગમાં ડ્રાઈવર તરીકે કામ કરતા કર્મચારી એ એસટી વિભાગના અમુક અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કરતા મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં તેણે જણાવ્યું છે કે, “રાષ્ટ્રીય સંપત્તિનાં હિતમાં સત્ય બોલતાં અમોને એસ.ટી. નિગમનાં અમુક અધિકારીઓ સતાનો ગેર ઉપયોગ કરી આર્થિક, માનસિક અને શારીરીક ત્રાસ આપે છે. જેથી અમો ફરીયાદીને યોગ્ય ન્યાય આપો અથવા આપના ફરીયાદ નિવારણ શાખામાં અમોને રૂબરૂ સાંભળવા માટેની મંજુરી આપવો.”
મોરબીના વાવડી રોડ, મીરા પાર્ક સોસાયટી, મોમાઈ ડેરીવાળી શેરી ખાતે રહેતા ઝાલા કુલદીપસિંહ મહેન્દ્રસિંહ નામના ડ્રાઈવરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેણે લખ્યું છે કે, તે ગુજરાત એસ.ટી. નિગમમાં ફીકસ પગારના ડ્રાઈવર તરીકે હાલ જસદણ ડેપોમાં ફરજ બજાવે છે. એસ.ટી. નિગમના અમુક અધિકારીઓએ પોતાની સતાનો ગેરઉપયોગ કરી તેમને રાષ્ટ્રીય સંપતિના હીતમાં પુછતાં સત્ય બોલવા બાબતે ખોટા ગુન્હામાં સંડોવી તેમને બે વખત આર્થિક રકમની આકરી સજા રૂપે રૂ.૧૦,૦૦૦ અને બીજી આર્થિક સજા રૂ.૨૦,૦૦૦- નો દંડ ફટકારી તેમજ ફરજમાંથી બરતરફ કરેલ. તેમજ એક વખત ગોંડલ ઉપામાં બદલી કરેલ અને હાલ તેમના વતનથી દુર જસદણ તૈયોમાં ફરજ આપેલ અને ત્યાં પુ:નસ્થાપિત કરેલ. આમ ખોટા આર્થિક દંડ કરી તેમની આજીવિકાને નુકશાન પહોંચાડે હોવાનો આક્ષેપ કરાયો છે. તેમજ આ રીતે રાષ્ટ્રીય સંપતિના હિતમાં સત્ય બોલવાના ગુન્હામાં પાંચ-પાંચ અલગ-અલગ સજા કરીને તેમને હેરાન કરવામાં આવ્યા હતા. જાણે તેમને કોઈ ક્રિમીનલ ગુન્હેગાર હોય તેમ સજાઓ કરી હેરાન કરતા હતા. તેઓ જયારે આ બાબતે રજુઆત દરમ્યાન એસ.ટી.ના અધિકારીઓને ફરીયાદ કરવામાં આવે છે. ત્યારે તેઓ પોતે પોતાના વિરૂધ્ધ આવેલ ફરીયાદની તપાસ પોતાના જ નીચેના અધિકારીને પોતાની તપાસ સોંપી એક—બીજા અધિકારી મીલાપણું કરી પોતાનો ઢાક પીછાળો કરવા પોતાની બેદરકારી છુપાવા માટે બધુ રફેદફે કરી ફરીયાદીને તોહમતદાર બનાવી તેમને માનસીકતા માંગવા માટે થઈને તેમને ખોટા તોહમત પત્ર આપીને હેરાન કરે છે. અને અધિકારીઓ પોતે પોતાના સ્વ બચાવ માટે ફરિયાદીને બદનામ કરી તેમના પર ખોટા પાયા વિહોણાન આક્ષેપ કરી તેઓને ખોટા બહાના બતાવી તેમના ઘર-પરિવારથી દુર રાખી હેરાન કરવામાં આવે છે. તેમજ ધારાસભ્ય પાસે ખોટુ બોલી તેમને ગેર માર્ગે દોરી જાય છે. અને ભલામણ કરવા બદલ તેમને પણ ધમકીઓ આપે છે કે, તમે જેટલી વખત રાજકીય નેતાની ભલામણ કરશો એટલીવાર હું આપને હેરાન કરીશ અને હવે કોઈ રાજકીય કે અન્ય નેતાની મારે ત્યાં ભલામણ કરવી નહી. જયાં સુધી તમે રાજકીય ભલામણ કરાવશો ત્યાં સુધી હું તમારી બદલી નહી કરૂ. હું કોઈ રાજકીય નેતાનું રાખતો નથી, અને તમારી દિકરી બિમાર છે એ મારો પ્રશ્ન નથી. તેવું રાજકોટ વિભાગના વિભાગીય નિયામક જે. બી, ક્લોત્રા પોતે વ્યકિતગત આવું મને જણાવેલ. આમ ઉપરી અધિકારીઓ તેમજ લાગતા વળગતા અધિકારી સાથે મિલાપણું કરી ફરિયાદીને હેરાન કરેલ છે. તેવું ઝાલા કુલદીપસિંહ મહેન્દ્રસિંહ નામના ફરિયાદીએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું હતું.