Friday, December 27, 2024
HomeGujaratTTC ACADEMY દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે જૂનાગઢ ખાતે વિનામૂલ્યે...

TTC ACADEMY દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે જૂનાગઢ ખાતે વિનામૂલ્યે બેચ યોજાશે

આ વિકેન્ડ બેચ નો લાભ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે જેના માટે નીચેની લિંક ક્લિક કરી ને ફોમ ભરી શકશે.

- Advertisement -
- Advertisement -

https://forms.gle/d9BvEzNybtARasQJ6

 

આજના સમયમાં દાન કરવું હોય તો શિક્ષણ નું કરવું જોઈએ આવી અનેરી મનોવૃત્તિ ધરાવતા IPS ડૉ કરણરાજ વાઘેલા માનવતા મહેકાવી જ્યાંજય ત્યાં પોતાના વિચારોની સુવાસ ફેલાવી સ્પર્ધાત્મક તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓને બને એટલી મદદ કરે છે ત્યારે હાલ જુનાગઢ જીલ્લામાં એસપી તરીકે ચાર્જમાં રહેલા હોનહાર એસપી IPS ડૉ. કરણરાજ વાઘેલા દ્વારા હમેશા યુવાઓને જુદી જુદી રીતે પ્રોત્સાહિત કરતા હોવાના મોરબી, વડોદરા બોટાદ સહિતના જિલ્લાઓમાં પણ ખાનગી સંસ્થા સાથે મળી વિદ્યાર્થીઓના ભાવિ કામગીરી કરી છે ત્યારે આવા બાહોશ અને સફળ છાત્રો જેઓ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છે તેના માટે  ગુજરાત પોલીસ ગૃહ વિભાગ ના માર્ગદર્શન હેઠળ જુનાગઢ જીલ્લા પોલીસ   દ્વારા  TTC ACADEMYના સયુંકત ઉપક્રમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટેફ સુવર્ણ તક ઉભી કરવામાં આવી છે. જેમાં રાજ રત્ન ભવન, આંબેડકર ભવન, રામદેવનગર, મધુરમ, જૂનાગઢ ખાતે વીકેન્ડ બેચનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ – 03/06/23થી દર શનિ – રવિવારે સવારે 10 થી 1 અને 02 થી 05 વિનામૂલ્યે બેચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રજીસ્ટ્રેશન માટે GOOGLE ફોર્મ ભરવું ફરજીયાત છે. તેમજ ફોર્મ માટે TTC ACADEMY દ્વારા અપાયેલ QR code સ્કેન કરવો પડશે. તેમજ ફોર્મ ભરવા માટે https://forms.gle/d9BvEzNybtARasQJ6 આ લિંક પર ક્લિક કરી ને પણ ફોર્મ ભરી શકશે. તો સાથે સાથે ડૉ કરનારજ વાઘેલા દ્વારા પણ જો દાન કરવું જ હોય તો જરૂરીયાત મંદ વિદ્યાર્થીઓના ભાવિ માટે મદદ કરવા પણ અનેરો અભિગમ દાખવવા જણાવ્યું છે આ સાથે જ વિદ્યાર્થીઓ માટે કોઈ પણ પ્રકારની મદદ માટે HELP LINE NUMBAR – 8000278910 80900 60900 પર સંપર્ક કરવા TTC ACADEMY દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!