જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી બી.એમ.સોલંકી સાહેબ,નીલકંઠ સ્કૂલના ટ્રસ્ટી જીતુભાઈ વડસોલા, નવનીતભાઈ કાસુન્દ્રા, PDG PMJF ચંદ્રકાન્તભાઈ દફતરી, રીજીયન ચેરપરશન PMJF રમેશભાઈ રૂપાલા, ચેરપરશન MJF તુષાર દફતરી, લાયન્સ કવેસ્ટ એમ્બેસેડર મુકેશભાઈ પંચાસરા,ક્લબના પ્રમુખ ટી.સી.ફુલતરીયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા,ખજાનચી નાનજીભાઈ મોરડીયા પ્રોજેક્ટ ચેરમેન બીરેન્દ્રસિંહ રાઠોડ દ્વારા દીપપ્રાગટ્ય કરી ટીચર ટ્રેનીંગ વર્કશોપનો નિલકંઠ સ્કૂલમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.
બે દિવસનાં ટીચર ટ્રેનીંગ વર્કશોપમાં ઇન્ટરનૅશનલ ટ્રેનર યોગેશ ભાઈ પોટા દ્વારા શિક્ષકોને બે દિવશ ટ્રેનિંગમાં બાળકો સાથે કઇરીતે તાદાત્મ્ય જાળવવું, બાળકો દ્વારા પરિવાર, સમાજ અને રાષ્ટ્ર ના નિર્માણ માં શિક્ષકોં નું શું મહત્વ છે તે હસતા,હસાવતા રમતા,બાળકોને કઈ રીતે શીખવવું,ભારતના ભવિષ્યને વિદ્યાર્થીઓ થકી કઈ રીતે ઉજ્જવળ બનાવવું વગેરે બાબત પર નીલકંઠ સ્કૂલના 50 શિક્ષકોને ટીચર ટ્રેનીંગ વર્કશોપમાં શીખવવામાં આવ્યું. નવી શિક્ષણ નીતિ મુજબ વિદ્યાર્થી ને ભણાવવાની નવીનતમ પધ્ધતિ નું માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું.
દુર્લભજી ભાઈ દેથરિયા પ્રમુખ મોરબી જિલ્લા ભાજપ, હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી -સૌરાષ્ટ્ર સંભાગ, દિનેશભાઈ ડી.વડસોલા-અધ્યક્ષ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – મોરબી જિલ્લો, કિરણભાઈ કાચરોલા- મંત્રી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લો વગેરે મહેમાનો ની ઉપસ્થિતિ માં વર્કશોપ નું સમાપન કરવામાં આવ્યું. આ તકે ભાગ લેનાર શિક્ષકોને પ્રમાણપત્ર અને ગીફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત દરેક મહાનુભાવો, ટ્રેનર યોગેશ પોટા અને શિક્ષકો નો આભાર વ્યકત કર્યો હતો.