વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા દુર્ગાવાહીની દ્વારા મોરબી ઉમા ટાઉનશિપમાં તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હળવદ, ટંકારા, ખાનપર, ઓટાડા, નેકનામ, સાવડી સહિતના વિવિધ ગામોમાં દુર્ગાવાહિની બહેનો દ્વારા તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
તુલસી દિવસ નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા દુર્ગાવાહિની દ્વારા તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોરબીના ઉમા ટાઉનશિપમાં હળવદ, ટંકારા, ખાનપર, ઓટાડા, નેકનામ, સાવડી સહિતના વિવિધ ગામોમાં દુર્ગા વાહિની બહેનો દ્વારા તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં સનાતન ધર્મપ્રેમીઓ સમક્ષ તુલસી પૂજન કરી એક વિચાર મૂકીને આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રત્યે ભાવના જાગે તે માટે દુર્ગાઓ દ્વારા તુલસી પૂજન કરવામાં આવ્યું હતું.