દુનિયાભરમાં 25 ડિસેમ્બર ક્રિસમસ ઉજવવામાં આવે છે પરંતુ ભારતમાં મોટાભાગના લોકો આ દિવસને તુલસી પૂજન દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે તુલસીની વિધિવત પૂજા કરવાની હોય છે. ત્યારે નીલકંઠ સ્કૂલ – મોરબી ખાતે વૈદિક શ્લોક તેમજ યજ્ઞ વિધિ દ્વારા તુલસી પૂજન કરી તુલસી દિવસ ઉજવવામાં આવ્યો હતો.
સમગ્ર વિશ્વ ભારતની પ્રાચીન સંસ્કૃતિને સ્વીકારીને અનુસરવાનું શરૂ કર્યું છે. ત્યારે ભારતના નાગરિકોએ મોડર્ન દેખાવાની સ્પર્ધામાં વિદેશી સંસ્કૃતિનો સ્વીકાર કરતા થયા છે. તો આ વિદેશી સંસ્કૃતિમાંથી આઝાદી મેળવવા અને ભારતની મૂલ્યવાન પ્રાચીન સંસ્કૃતિના પુનરૂત્થાન અને ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે તથા વિદ્યાર્થીઓ થકી સમાજને એક અનેરો સંદેશો આપવા 25 ડિસેમ્બરને સોમવારના રોજ ભારતીય સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરવા નીલકંઠ સ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા તુલસી પૂજનનું આયોજન કરેલ હતું. તુલસી પૂજનમાં વિદ્યાર્થીઓ તુલસીના છોડનું પૂજન કર્યું, યજ્ઞ કર્યો તથા તુલસીની આરતી કરી હતી. આ તકે નીલકંઠ સ્કૂલ અને SK SAVE SOIL LLP કે જે ઓર્ગેનિક ખાતરનાં ઉત્પાદનકર્તા છે. તેનાં સંયુક્ત ઉપક્રમે સેવ સોઈલ, સેવ લાઈવ્સના હેતુને સાર્થક કરવા વિદ્યાર્થીઓને ઓર્ગેનિક ખાતરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો હેતુ વિદ્યાર્થી રાસાયણિક ખાતરની જમીન પર થતી આડ અસર અને ઓર્ગેનિક ખાતરથી થતા ફાયદા બાબતે માહિતગાર બને તે હતો. દરેક વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિમાં તુલસી પૂજનનું મહત્વ સમજે અને વિશ્વ ભારતીય સંસ્કુતિ અનુસરે અને ફેલાવો થાય તે હેતુથી પોત પોતાના ઘરે એક એક તુલસીનો છોડ વાવ્યો હતો અને તેની સેલ્ફી પાડી તુલસીનું મહત્વ દર્શાવતો સંદેશો આપ્યો હતો.