મોરબી નજીક દાડમિયા દાદાના મંદિર પાસેથી રીક્ષામાંથી આઠ બોટલ દારૂ ઝડપાયો હતો જ્યારે આરોપી નાશી છૂટવામાં સફળ રહ્યો હતો વધુમાં વિસામાંની મેલડી માના મંદિર ત્રણ બોટલ દારૂ અને મોરબીના વાઘપરા નાકા નજીકથી પોલીસે એક બોટલ દારૂ સાથે આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી હળવદ હાઇવે રોડ પર આવેલ દાડમીયા દાદાના મંદિર નજીકથી લીલા કલરની રીક્ષામા ડ્રાઇવર સીટની નીચે આવેલ ખાનામા મેકડોવેલ્સ નં-૧ સુપીરીયર વ્હીસ્કીની આઠ બોટલ કિમત રૂપિયા ૩૦૦૦ સાથે નીકળેલ આરોપી રીક્ષા ચાલક કાદરભાઇ પોલીસને હાથ તાળી આપી નાશી છૂટવામાં સફળ રહ્યો હતો આથી પોલીસે સી.એન.જી રીક્ષા કિમત રૂપિયા-૨૫૦૦૦ સહિત કુલ કિં.રૂ.૨૮૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દારૂ અંગેના અન્ય એક કેસમાં મોરબીના જુના ઘુંટુ રોડ વીસામાની મેલડીમાના મંદીર નજીકથી સીટી બી ડિવિઝન પોલીસે ત્રણ બોટલ દારૂ કિ.રૂ.૧૧૨૫ સાથે નીકળેલ આરોપી રાજુભાઈ દિનેશભાઈ સેલાણીયા (ઉ.વ.૨૩)ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીને દબોચી લઈ આગળની કર્યાવહી હાથ ધરી છે.
વધુમાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસે મોરબી વાધપરાના નાકા પાસેથી એક બોટલ દારૂ સાથે આરોપી મનહરભાઇ ઉર્ફે મનીષ ડાયભાઇ સોલંકી (ઉ.વ.૨૨) રહે.અમરેલી ગામ સ્વામી વિવેકાનંદ સ્કુલની પાછળ જી.મોરબીવાળાને ઝડપી લઈ પ્રોહીબિશન હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.