મોરબી જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ સ્થળે જુગારના દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં જાહેરમાં જુગાર રમતા કુલ બાર જેટલા શખ્સો ઝડપાયા હતા.
જેમા મોરબીના વિદ્યુતનગર માં આવેલ હનુમાન મંદિર પાસેના મફતિયાપરા માં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ભુપતભાઇ ખીમજીભાઈ કારૂ (ઉ.વ૨૧ ધંધો મજૂરી રહે.ટીમબડી હરિઓમ પાર્ક સોસાયટી),રૂગનાથભાઈ દેવજીભાઈ મકવાણા(ઉ.વ.૨૦ રહે.વિદ્યુતનગર પાછળ વિક્રમ વાડી,મોરબી-૨),શામજીભાઈ રમણિકભાઈ ડાભી(ઉ.વ.૩૫ રહે.સર્કિટ હાઉસ સામે ભારતનગર મોરબી-૨),જીગ્નેશભાઈ અરજનભાઈ લાંબરિયા(ઉ.વ.૩૦ રહે.ભારત નગર મફતિયા પરા સર્કિટ હાઉસ સામે મોરબી-૨) વાળાને રૂ.૧૭૯૪૦ નીરોકડ રકમ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જ્યારે જુગાર અંગેના બીજા દરોડામાં મોરબી શહેરના વાવડી રોડ પર આવેલ કારીયા સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ભગવનજીભાઈ ટીડાભાઈ ટોયટા(ઉ.વ.૩૩ રહે. કારીયા સોસાયટી શંકરના મંદિર પાસે વાવડીરોડ મોરબી),રોહિતભાઈ નારણભાઈ બાંભવા (ઉ.વ.૨૭ રહે.કારીયા સોસાયટી શંકરના મંદિર પાસે વાવડી રોડ),કેવલભાઈ જયંતીભાઈ ભલસોડ(ઉ.વ.૨૫ રહે.કારીયા સોસાયટી શેરી નં.૨ વાવડી રોડ),યોગેશભાઈ જીતેન્દ્રગીરી ગૌસ્વામી (ઉ.વ.૨૪ રહે.સુમતીનાથ સોસાયટી બ્લોક.નં.૧૦૧ વાવડીરોડ) વાળાને રૂ.૧૨,૮૭૦ ની રોકડ રકમ સાથે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
જ્યારે જુગાર અંગેના ત્રીજા દરોડામાં મોરબીના સામાકાંઠે આવેલ વિદ્યુતનગરમાં જાહેરમાં જુગાર રમત્તા મુળજીભાઈ ધારાભાઈ ટોળીયા(ઉ.વ.૩૫ રહે.સર્કિટ હાઉસ સામે ભારતનગર મોરબી-૨),રણમલભાઈ ભગુભાઈ કારું(ઉ.વ.૨૭ રહે.ભારતનગર સર્કિટ હાઉસ સામે મોરબી-૨),સંજયભાઈ મોતીભાઈ ટોળીયા (ઉ.વ.૨૧ રહે.સરકુત હાઉસ સામે ભારતનગર મોરબી-૨) અને રાજેશભાઇ જગદીશભાઈ વાઘેલા (ઉ.વ.૨૨ રહે.સરકુત હાઉસ સામે મહાકાળી મંદિર પાછળ ભારતનગર મોરબી-૨) વાળા ચાર શખ્સોને રૂ.૧૦,૫૦૦ ની રોકડ રકમ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.