હળવદના ટીકર(રણ) ગામની ચોકડી નજીક રોડ પર કાળમુખા ટ્રકે કચડી નાખતા 12 જેટલા ઘેટાના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ કરુણાંનિકાને પગલે મારધારી પરિવાર પર દુઃખનો પહાડ ફાટી પડ્યો હતો.ઉલ્લેખનીય છે કે રબારી પરિવાર કચ્છથી અમદાવાદ વાંઢે જઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું.
આ બનાવની પ્રાથમિક વિગત અનુસાર આજે બપોરના સમયગાળા દરમિયાન કચ્છના નખત્રાણા તાલુકામાં રહેતા સાજણભાઈ ખેતાભાઇ કરોતરા પોતાના ઘેટા બકરા સહિતના માલ-ઢોર સાથે અમદાવાદ તરફ વાંઢે જઈ રહ્યા હતા આ દરમિયાન હળવદ તાલુકાના ટીકર (રણ) ચોકડી પાસે હિટાચી ભરેલ ટ્રક ઘેંટાના સમૂહ ઉપર ફરી વળતા 12 જેટલા ઘેટા કચડાઈ જવાથી સ્થળ પર જ મોત ને ભેટયા હતા.તથા અનેક ઘેટાઓ ઇજાગ્રસ્ત થયા હતા બીજી તરફ આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો અને ટીકાર ગામના અગ્રણી ધર્મેન્દ્રભાઈ એરવાડીયા સહિતના જીવદયા પ્રેમીઓએ દોડી જઇ દોડી જઇ પશુ ડોકટરો મારફતે ઇજાગ્રસ્ત ઘેંટાઓની સારવાર આદરી હતી.