મોરબી જીલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે. જેને પગલે ડેમોમાં નવા નીરની આવક થવા પામી છે. જેમાં મોરબી જીલ્લાનો ધોડાધ્રોઈ ડેમ ઓવરફલો થવાની તૈયારીઓમાં હોય જેથી મોરબી અને માળિયા તાલુકાના બાર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
મોરબી જીલ્લામાં વરસાદની સીઝન જામી છે અને છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ વરસતો હોય જેને પગલે ધોડાધ્રોઈ ડેમમાં નવા નીરની આવકથી ડેમ ૯૦ ટકાથી વધુ ભરાઈ ગયો છે અને ડેમ ઓવરફલો થવાની તૈયારી હોય જેથી 12 ગામોને એલર્ટ કરાયા છે. જેમાં મોરબીના ચકમપર, જીકીયાળી, જીવાપર, જેતપર, જાસમતગઢ, શાપર, રાપર તથા માળિયા તાલુકાના સુલતાનપુર, માણાબા, ચીખલી, સાપર અને રાપર સહિતના બાર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો ડેમ ભરાઈ જવાથી ખેડૂતોને સિંચાઈનો ફાયદો થશે જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.