વર્ષ ૨૦૧૨માં ભુજથી વેરાવળ રૂટની એસ.ટી. બસમાં ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં ઈસમે સાથી પેસેન્જરને ઘેનની દવા પાઈ બેભાન કરી તેના ખિસ્સામાંથી મોબાઈલ તથા રોકડ રૂ.૫૦૦૦/- ની ચોરી કરી હતી. જે બનાવમાં મોરબી સેસન્સ કોર્ટે આરોપીને પાંચ વર્ષ કેદની સજા અને રૂ.૬,૦૦૦નો દંડ ફટકાર્યો છે.
મળતી માહિતી અનુસાર. ગત તા,૧/૬/૧૨ ના રોજ ભરતગીરી ગોસ્વામી નામનો યુવક ભુજથી વેરાવળ રૂટની એસ.ટી. બસમાં ભુજથી વેરાવળ જવા માટે બેઠેલ હતો. અને બાજુમા આરોપી નીતિનભાઈ ભટ્ટ પેસેન્જર તરીકે બેસી રસ્તામાં ફરીયાદી ભરતગીરી ગોસ્વામી સાથે વાતચીત કરી મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર કાગદડી ગામના પાટીયા પાસે આવેલ શિવશકિત હોટલે બસ ચા પાણી પીવા ઉભી રહેતા આરોપીએ હોટલમાં થમ્સઅપની બોટલામાં ઉંઘ આવે તેવો પદાર્થ ભેળવી ફરીયાદીને પીવડાવી ફરીયાદી સુઇ જતા આરોપીએ ફરીયાદીના પેન્ટના ખીસ્સામાંથી રોકડ રૂપિયા ૫૦૦૦/- તથા કાર્બન કંપનીનો મોબાઇલ કી.રૂ. ૧૦૦૦/- મળી કુલ રૂપિયા ૬૦૦૦/- ના મુદામાલની ચોરી કરી લઇ ગયેલ અને ફરીયાદી બેભાન થઇ જતા વેરાવળ એસ.ટી. ડેપોના કર્મચારીઓએ ૧૦૮ એમબ્યુલન્સમાં વેરાવળ સરકારી દવાખાને સારવારમાં દાખલ કરેલ હતો. જે સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ટંકારા પોલીસે આરોપીને પકડી પાડી કોર્ટમાં રજુ કર્યો હતો. ત્યારે મોરબીના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ જજ દ્વારા સરકારી વકીલ વિજયકુમાર જાનીની ધારદાર દલીલો અને ૧૧ મૌખિક તથા ૧૫ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને રાખી નીતિનભાઈ ભટ્ટને બનાવમાં તક્ષીરવાન ઠારવી ૬,૦૦૦/-નો દંડ તથા પાંચ વર્ષ જેલની સજા ફટકારી છે.