બહુ ચર્ચિત એપેક્ષ અને સેયાન નામના ટ્વીન ટાવર્સ કૌભાંડ માં આ બન્ને ટાવર્સને તોડી પાડવા માટે કવાયત હાથ ધરી છે.
જેમાં આજે બપોરે ૨:૩૦ વાગ્યે આ બન્ને ટાવર્સને તોડી પાડવામાં આવશે જેમાં એક ટાવર ૩૨ માળ નો છે અને એક ટાવર ૨૯ માળનો છે આ ૧૦૦ મીટર ઊંચાઈના ટાવર્સ દિલ્હીના કુતુબ મીનાર કરતા પણ વધુ ઊંચાઈ ધરાવે છે.
આજે આ ટાવર્સને ખાસ ટેક્નિક ની મદદથી તોડી પાડવામાટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત આ વિસ્તારમાં રહેતા ૫૦૦૦ લોકોને કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને આ ડીમોલેશન માં ૩૭૦૦ કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવનાર છે જેમાં ૪૦૦ જેટલા પોલીસ જવાનો અને એન ડી આર એફ ની ટીમ તેમજ ફાયર બ્રિગેડ, પાંચ એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે અને આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારથી એક કલાક બાદ આ બન્ને ટાવર્સનું નામોનિશાન સાફ થઈ જવાનુ છે.