Friday, January 3, 2025
HomeGujaratમોરબી-વાંકાનરે હાઇવે પર અકસ્માતના બે બનાવો: બાઈકચાલકનું મોત, કારચાલકને ગંભીર ઇજા

મોરબી-વાંકાનરે હાઇવે પર અકસ્માતના બે બનાવો: બાઈકચાલકનું મોત, કારચાલકને ગંભીર ઇજા

મોરબી- વાંકાનેર હાઇવે પર મકનસર નજીક અજાણ્યાં વાહનની અડફેટે બાઈકચલાકનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક બનાવમાં વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર રાણેકપર નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં કાર ચાલકને ઇજા થઈ હોવાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના મકનસર એક્સલ સીરામીક નજીક હાઇવે પર પુર ઝડપે આવતા અજાણન્ય વાહનના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા રજી. નં.GJ-03-HC-2192 ના બાઈકસવારને અડફેટે લીધો હતો આ અકસ્માતમાં બાઈક ચાલક રૂત્વિકભાઇ દેવેન્દ્રભાઇ પંડ્યા રહે.વાકાનેરવાળાને પગમા ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું આથી મૃતકના પિતા દેવેન્દ્રભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યાં વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય એક બનાવમાં વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર આવેલ રાણેકપર ગામના પાટીયા પાસેના શિવશકિત હોટેલની સામેં અજાણ્યાં કાર ચાલકે રજી નં.GJ 10 BR 2266વાળી ગાડી પુરઝડપે અને આડેધડ ચલાવી હુસેનભાઇ અલાઉદ્દિનભાઇ દેકાવાડિયાની કાર 36-L-2492 સાથે અકસ્માત સર્જાતાં હુસેનભાઈને હાથમાં ફેકચર તથા છાતીના ભાગે ઇજા થતાં વાંકાનેર સીટી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!