મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામે ગઈકાલે બપોરે બંદૂકની અણીએ લૂંટનો બનાવ બન્યો હતો જેમાં મોરબી તાલુકા પોલીસ, એસઓજી એલસીબીને સ્ટાફ દ્વારા ગણતરીની કલાકોમાં અને ભારે જહેમત બાદ ઊંચી માંડલ ગામ નજીક આવેલ ખેતરમાં બાવળ કાંટા ની ઝાડી માંથી ઝડપી લેવાયા હતા.
જેમાં મોરબી તાલુકા પોલીસે આરોપી અરુણ ચન્દ્રકાન્તજી ચંદેલ (ઉ.વ.૨૩ રહે.જાવદ ખટિક મોહલ્લા રામદેવ માર્ગ તા.જાવદ જી.નિમચ મધ્યપ્રદેશ) અને પ્રકાશ દાલચંદ ભીલ (ઉ.વ ૧૮ રહે.ગામ ખોર,તા.જાવદ જી.નિમચ મધ્યપ્રદેશ) વાળાની લૂંટમાં વપરાયેલ બાઇક નં. જીજે-૩૬-ક્યું-૧૦૪૮ કી.રૂ.૨૦,૦૦૦ અને લૂંટ માં ગયેલ રોકડ રકમ ૧૦,૦૦૦ સહિત કુલ રૂ.૩૦,૦૦૦ નો.મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે અને ત્રીજા મનીષ નામના આરોપીનું નામ ખુલતા તેને પણ ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ બન્ને આરોપીની પોલીસે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા બન્ને આરોપીનો ગુનાહિત ઇતિહાસ જાણવા મળ્યો હતો જેમા અગાઉ મધ્યપ્રદેશના જાવદ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૭માં લૂંટ તથા તેમજ વર્ષ ૨૦૨૨માં અન્ય એક ગેરકાયદેસર હથિયાર સબંધીત ગુનો અને નિમચ કેન્ટ પોલીસ મથકમાં પણ વર્ષ ૨૦૨૨માં ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુના નોંધાયેલાં છે.
આ કામગીરીમાં મોરબી તાલુકા પીઆઇ વિરલ પટેલ, એલસીબી પીઆઇ એમ આર ગોઢાણીયા, પીઆઇ જે એમ આલ, પીએસઆઇ એન એચ ચુડાસમા સહિતની ટિમ દ્વારા આરોપીઓને ગણતરી ની કલાકોમાં પકડી પાડ્યા હતા.