Saturday, July 27, 2024
HomeGujaratમોરબીમાં બે સ્થળોએથી વિદેશી દારૂની બોટલો સાથે બે આરોપીની અટકાયત કરાઈ :...

મોરબીમાં બે સ્થળોએથી વિદેશી દારૂની બોટલો સાથે બે આરોપીની અટકાયત કરાઈ : એક ફરાર

મોરબી જિલ્લા પોલીસે ગઈકાલે વધુ બે સ્થળોએથી વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી બે આરોપીઓની અટકાયત કરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને શંકા જણાતા ગારીડા ગામ પાસે આવેલ તીરથ હોટેલ પાસે નેશનલ હાઇવે રસ્તા પર લાલજીભાઇ મોહનભાઇ બાવરી (રહે મહીકા તા વાંકાનેર જી મોરબી) નામના શખ્સને રોકી પૂછપરછ કરતા શંકા જણાતા પોલીસે શખ્સની તપાસ કરી હતી. ત્યારે શખ્સના  પેન્ટના નેફામાથી મેકડોવેલ્સ નં-૧ ઇગ્લીશ દારૂની ૦૨ બોટલો મળી આવતા પોલીસે રૂ.૭૫૦/-ની કિંમતનો ઇગ્લીશ દારૂનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની અટકાયત કરી છે. જયારે શેર એ પંજાબ હોટેલમા નોકરી કરતા ભીખુભાઇ તકમરીયા પણ આ ગુન્હામાં સામેલ હોવાનું જાણવા મળતા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બીજા બનાવમાં, મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓએ શંકાનાં આધારે જુના નાગડાવાસ ગામના પાટીયે સેતાનારામ મંગલારામ ભાદુ જાતે બિશ્નોઇ (રહે-હાલ રહે-સમરાતલ ભાદુ હોટલ, રામપર ગામના પાટીયા તા.જી.-મોરબી મુળ રહે-જોગાંવ થાના-જાબ તા-ભીનમાલ જી-સાંચૌર (રાજસ્થાન)) નામના શખ્સને રોકી તેની પૂછપરછ કરી તપાસ કરતા ઈસમ પાસેથી ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં.૦૧ ડીલક્ષ કલેકશન વ્હીસ્કીની રૂ.૩૭૫/-ની કિંમતની ૦૧ બોટલ મળી આવતા પોલીસે ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!