મોરબી : મોરબી એસઓજીની ટીમે બાતમીના આધારે વાંકાનેર શહેરમાંથી એક મહીલા તથા એક પુરુષને ૧૦ કિલો ગાંજાના જથ્થા સાથે પકડી પાડયા હતા આ આરોપીઓ શાકભાજીની આડમાં ગાંજો વાંકાનેરના અલગ અલગ વિસ્તારમાં પહોંચાડતા હતા.જો કે પોલીસની પૂછપરછમાં ગાંજા પ્રકરણમાં અન્ય ચારના નામો ખુલ્યા હતા જેમાના ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.
મોરબી એસ.ઓ.જી ટીમને ખાનગી રાહે બાતમી હકિક્ત આધારે વાંકાનેર લક્ષ્મીપરા શેરી નં ૩ માં રહેતા જુબેદાબેન ઉર્ફે જુબીબેન હનીફભાઇ ધાંચી, ગુલાબનબી ઉર્ફે લાલો નુરમામદ ઉર્ફે નુંરાભાઇ ધાંચી અને અલીમામદભાઇ હનીફભાઇ ઘાંચીવાળા પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાની પાસે રાખી વેચાણ કરે છે જે બાતમી આધારે એસઓજીએ આરોપીના રહેણાંક મકાને રેઇડ કરી ગાંજાનો જથ્થો ૧૦ કી.ગ્રામ કી.૧૦૦૦૦૦ તથા રોક્ડ રૂપીયા ૧૫૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કી.રૂ.૨૫૦ વજન કાંટો નંગ ૧ કી.રૂ.૨૦૦ તથા માસ્ટીકના બાબી ઝબલા નંગ-૭૦ મળી કુલ મુદામાલ કી૧,૧૮,૨૦૦ ના કુલ મુદામાલ સાથે આરોપી મહીલા જુબેદાબેન ઉર્ફે જુબીબેન હનીફભાઈ ઘાંચી, ગુલાબનબી ઉર્ફે લાલો નુરમામદ ઉર્ફે નુંરાભાઇ ધાંચીને ઝડપી લીધા હતા.બન્ને આરોપીઓની પૂછપરછમાં અલીમામદભાઇ હનીફભાઇ ઘાંચી તથા, ઇરફાન નુરમામદ મકવાણા, નુરમામદ હાજીભાઇ મકવાણા તથા ના નામ ખુલ્યા હતા જેમાંથી ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે અને આ ગાંજો મોકલનાર અબ્દુલ યુસુફભાઇ સૈયદ રહે સુરેન્દ્રનગર વાળાની શોધખોળ હાથ ધરી છે. હાલમાં વાંકાનેર પોલીસે તમામ આરોપીઓ વિરુધ્ધ એનડીપીએસ એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.
જુઓ વિડિયો આહિ