મોરબી તાલુકાના પીપળીયા ગામમાંથી નીકળતા રેતીમાં ટ્રક ચાલકો પાસેથી શંકર ભગવાનના મંદિરના વરંડોની કામગીરી માટેની ધર્મદાની રકમની ઉઘરાણી માટે હાજરીમાં બે યુવાનને રાખ્યા હતા જે હાજરીના રૂપિયા માંગતા બે આરોપીઓએ યુવાન પર છરી વડે હુમલો કાર્યની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મોરબી તાલુકા પોલીસ મથકમાં માળીયા તાલુકાના નિરુબેનનગર ખાતે રહેતા ફિરોજભાઇ હમજાનભાઇ કમોરાએ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે પીપળીયા ગામમાં શંકરના મંદિરના ફરતે વંડો બનાવવા સારૂ રેતીની ગાડી પીપળીયા ગામમાથી નીકળે તેના ધર્માદાના રૂપીયા ઉઘરાવવા માટે પીપળીયા ગામના પૃથ્વીરાજસિંહે તેમના ભાઈ અબ્દુલ તથા સલીમભાઇ બન્ને હાજરીમાં રાખ્યા હતા.જે હાજરીના રૂપીયા સલીમભાઇ અલીયાસભાઇ કમોરા અને અનવરભાઇ ઇકબાલભાઇ કમોરાને આપવાના બાકી હોવાથી પૈસા માંગતા બન્નેએ એક સંપ કરી અબ્દુલભાઇને છરીના ઘા ઝીકી દીધા હતા. આ હુમલામાં અબ્દુલભાઈને કિડનીમાં ગંભીર ઇજાઓ પહોંચતા ફિરોજભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.