મોરબી તાલુકા પોલીસે લીલાપર ગામમાં ત્રિદેવનગર વિસ્તારમાં રહેણાંક મકાને રેઇડ કરી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપી લીધી હતી, આ સાથે પોલીસે ગરમ તથા ઠંડો આથો, તૈયાર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધન સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, ત્યારે રેઇડ દરમિયાન પકડાયેલ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના લીલાપર ગામે નિલેશ દેગામા પોતાના રહેણાંકમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવતો હોવાની પૂર્વ બાતમીને આધારે તાલુકા પોલીસે લીલાપર ગામે ત્રિદેવનગરમાં ઉપરોક્ત રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી, રેઇડ દરમિયાન મકાનમાંથી ગરમ આથો ૫૦ લીટર કિ.રૂ.૧૦૦૦/-, ઠંડો આથો ૧૦૦ લીટર કિ.રૂ.૨ હજાર, ૧૫ લીટર ગરમ દેશી દારૂ કિ.રૂ.૩ હજાર તથા ગેસનો ચૂલો, ગેસનો બાટલો તેમજ સાધન સામગ્રી સહિત કુલ રૂ.૭,૬૫૦/-ના મુદ્દામાલ સાથે આરોપી નિલેશભાઈ નાગજીભાઈ દેગામા ઉવ.૩૦ રહે.લીલાપર ગામ ત્રિદેવનગર તથા આરોપી જગદીશભાઈ જેસંગભાઈ ફિસડીયા ઉવ.૪૦ રહે. લીલાપર નિલકમલ નળીયાના કારખાનાની સામે વાળાને ઝડપી લેવામાં આવી બન્ને આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી.