Tuesday, January 14, 2025
HomeGujaratમોરબીના મહેન્દ્રનગર ગામે ક્રિકેટનો સટ્ટો રમતા બે આરોપીઓ ઝડપાયા

મોરબીના મહેન્દ્રનગર ગામે ક્રિકેટનો સટ્ટો રમતા બે આરોપીઓ ઝડપાયા

મોરબી: મોરબીમાં ગઈકાલે ચાલુ વરસાદ દરમિયાન જુગારની સાથે ક્રિકેટના સટ્ટા ઉપર પણ તવાઈ ઉતારી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબીના મહેન્દ્રનગર ગામે ક્રિકેટનો સટ્ટો રમતા બે આરોપીઓને ઝડપી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મહેન્દ્રનગરમાં આવેલ કાંતિ જયોત એપાર્ટમેન્ટના પાર્કીગમાં જાહેરમાં હાલમાં ચાલી રહેલ IND & ENG વચ્ચે ચાલતી ઇંગલેન્ડમાં લંડનના કેન્ટીગોન ઓવલ ખાતે વન ડે કિકેટ મેચનું ક્રિક્રેટ્ટ લાઇન ગુરૂ એપ્લીકેશનમાં જીવંત પ્રસારણ નિહાળી પોતાનાં મોબાઇલ ફોન ઉપરથી એકબીજાના વ્હોટસએપમાં મેસેજ ટાઇપ કરી રનફેર તથા મેચની હારજીતનો પૈસાનો જુગાર રમી મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ. ૨૫,૦૦૦. તથા રોકડા રૂપિયા ૨૫૫૦ મળી કુલ મુદામાલ કિ.રૂ. ૨૭,૫૫૦ સાથે આરોપીઓ જતીનભાઇ મનસુખભાઇ દેસાઇ ઉવ.૨૯ ધંધો.વેપાર રહે. કાંતિજયોત એપાર્ટમેન્ટ એ-૦૧ મકાન નં. ૫૦૪ મહેન્દ્રનગર મોરબી-૦૨ અને વાસુભાઇ બેચરભાઇ ગોરીયા ઉવ.૪૨ ધંધો. ટ્રેડીંગ રહે. ઓમપાર્ક સોસાયટી રાજનગર બાજુમાં પંચાસર રોડ મોરબીવાળાને ઝડપી લીધા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!