મોરબીમાં દેશી-વિદેશી દારૂ પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે એક સ્થળએથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને તથા હળવદ માં દેશી દારૂ સાથે એક ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓએ શંકાના આધારે લીલાપર ચોકડીથી આગળ રફાળીયા રોડ તરફ જતા તિર્થક પેપર મીલની સામે રોડ ઉપર કિશનભાઇ મનરાખાન આહીર (રહે.લીલાપર ગામની સીમ તિર્થક પેપર મીલની ઓરડીમાં તા.જી.મોરબી) નામના શખ્સને રોકી તેની પૂછપરછ કરી તપાસ કરતા શખ્સ પાસેથી રોયલ સ્ટગ ડિલક્સ વિસ્કી PERNOD RICARD INDIA પ્રા.લિમીટેડ મહારાષ્ટ્રની ૧ લીટરની શીલબંધ એક બોટલ મળી આવતા પોલીસે અટકાયત કરી રૂ.૫૫૦/- ની કિંમતની બોટલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે હળવદ પોલીસની ટીમે બાતમીના આધારે હળવદ મોરબી હાઈવે દેવીપુર ગામના પાટીયા પાસે વોચ ગોઠવી રાખી GJ.05.CB.9299 નંબરની મારૂતી ઓમીની ફોરવ્હીલને રોકી તેમાં તપાસ કરતા તેમાંથી ૨૦૦ લીટર દેશી પીવાનો દારૂ જે એક લીટરની કિંમત રૂ.૨૦ લેખે કુલ રૂ.૪૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતા મુદ્દામાલ મળી રૂ.૫૦,૦૦૦/-ની કિંમતની મારૂતી ઓમીની કાર કબ્જે કરી રૂ.૫૪,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વાઘાભાઈ લક્ષ્મણભાઈ મકવાણા (રહે.ચોવીરા (ચોરવીરા) તા.થાના જી.સુરેન્દ્રનગર)ની અટકાયત કરી છે.