Friday, January 3, 2025
HomeGujaratઆમરણ ચેક પોસ્ટ નજીકથી તુફાનમાં ઠાંસીઠાંસીને ભરી કતલ માટે લઈ જવતા 11...

આમરણ ચેક પોસ્ટ નજીકથી તુફાનમાં ઠાંસીઠાંસીને ભરી કતલ માટે લઈ જવતા 11 પાડા સાથે બે આરોપી ઝડપાયા : બે ના નામ ખુલ્યા

મોરબી તાલુકાના આમરણ ચેક પોસ્ટ નજીકથી તુફાન ગાડીમાં ઠાંસીઠાંસીને ભરી કતલ માટે લઈ જવતા 11 પાડાને પોલીસે છોડાવી જામનગરના બે આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે આ ગુન્હામા જામનગરના અન્ય બે આરોપીઓના નામ ખુલતા પોલીસે વધુ તપાસ આરંભી છે.

- Advertisement -
- Advertisement -

આમરણ ચેક પોસ્ટ નજીકથી શંકાસ્પદ હાલતમાં નીકળેલ તુફાન ગાડીને અટકાવી પોલીસે તપાસ કરતા તુફાન ગાડી નં. GJ-10-X-0366 કિં.રૂ.૨,૦૦,૦૦૦માં જીવીત પાડા નંગ-૧૧ કિંમત૫૫,૦૦૦ને ખીચોખીચ દોરડાથી કૃરતાપુર્વક બાંધી કતલ માટે લઈ જવતા હોવાનું માલુમ પડ્યું હતું આથી પોલીસે જામનગરના આરોપી મોહમદ નકીબ અબ્દુલા કુરેશી (ઉ.વ.૨૪) અને સલીમભાઇ હસનભાઇ કુરેશી (ઉ.વ.૪૦)ને ઝડપી લીધા હતા.જેની પૂછપરછ દરમિયાન અન્ય બે આરોપી મકસુદ ચાકી રહે.જામનગર અને નજીર સતરભાઇ કસાઇનું નામ ખુલતા પોલીસે પશુ પ્રત્યે ઘાતકીપણા એકટ ૧૯૬૦ ની કલમ. ૧૧(૧)(ડી), (ઇ), (એફ), (એચ) મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!