વાંકાનેર સીટી પોલીસે રાતીદેવડી નજીક ઇકો કરમાંથી 600 લીટર દેશી દારૂના જથ્થા સાથે બે આરોપીને ઝડપી લીધા છે. પોલીસે 1.36 લાખનો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટાફને રાતિદેવળી ગામ બાજુથી વાકીયા જવાના રસ્તા ઇકો કારમાં દારૂનો જથ્થો ભરી આરોપીઓ નીકળશે જે બાતમીને આધારે પોલીસ દોડી ગઈ હતી. જ્યાં વોચ દરમિયાન ઇકો ગાડી નંબર GJ – 16 CN1959 પસાર થતા પોલીસે કારની તલાસી લીધી હતી જેમાંથી 24 પ્લાસ્ટીકના બાયકામાં દેશી દારૂ લી .600 કિંમત રૂ .12,000નો જથ્થો ઝડપાયો હતો. જેને પગલે પોલીસે દેશી દારૂ ભરેલી કાર સાથે અકબરભાઈ હાસમભાઈ સમા , (ઉ.વ.-૩૪) રહે.મોરબી લીલાપર રોડ પ્રધાન મંત્રી આવાસ તથા હરભજનસિંગ ધવલસિંગ ખીચી (ઉ.વ. -૧૯) રહે.મોરબી વીશીપરા , હાઉસિંગ બાલાહનુમાન મંદીર પાસે વાળાને ઝડપી લઈ બન્ને વિરુદ્ધ વાંકાનેર સીટી પોસ્ટે માં પ્રોહી કલમ ૬૫ એઇ , ૯૮ ( ૨ ) , ૮૧ મુજબ ગુનો દાખલ કર્યો હતો .આ ઉપરાંત પોલીસે દારૂ, બે મોબાઈલ કિંમત રૂ . 4000, એક ઇકો કાર નંબર GJ 16 CN – 4959 કિંમત રૂ .1,20,000 સહિત કુલ કી.રૂ .1,36,000 નો મુદામાલ કબ્જે કર્યો હતો .
આ કામગીરી દરમિયાન પીએસઆઇ બી.ડી જાડેજા , એ.એસ.આઇ હીરાભાઈ તેજાભાઈ મઠીયા, પોલીસ હેડ કોન્સ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, કોન્સ્ટેબલ અરવિંદભાઈ ધીરજભાઈ, કોન્સ્ટેબલ શક્તિસિંહ જનકસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ વાળા, કૃષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા તેમજ અજીતભાઈ ભુરાભાઈ સોલંકી સહિતના જોડાયા હતા.