Monday, May 20, 2024
HomeGujaratમોરબી અને માળીયા મિયાણા પંથકમાંથી દારૂના જથ્થા સાથે બે આરોપીઓ ઝડપાયા

મોરબી અને માળીયા મિયાણા પંથકમાંથી દારૂના જથ્થા સાથે બે આરોપીઓ ઝડપાયા

મોરબી શહેર અને માળીયામિયાણા પંથકમા બે સ્થળોએથી દારૂના જથ્થા સાથે નીકળેલ બે આરોપીઓને પોલીસે ઝડપી લઈ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના નેશનલ હાઇવે પર આવેલ ઓનેસ્ટ હોટલ નજીકથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ મારુતિ સુઝુકી સુઝુકી સ્વીફટ ડીઝાયર રજી નં-GJ 12 AK -8442 કી.રૂ 1.50,000ના ચાલકને અટકાવી કારની તલાશી લેતા કારમાંથી એક બોટલ દારૂ ઝડપાયો હતો.જેને પગલે પોલીસે ભીખુભાઇ લખુભાઇ (ઉ.વ-૨૫) રહે-આંબાપર તા.અંજારવાળા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી શહેરના નવલખી રોડ પર આવેલ કુબેરનગર પાછળ બંધ જીનના રસ્તેથી સીટી એ ડિવિઝન સ્ટાફે આરોપી અશ્વિનભાઇ ઉર્ફે અરવિંદભાઇ રામજીભાઇ ચાવડા (ઉ.વ.૩૮) રહે.મોરબી નવલખીરોડ કુબેરનગર શેરીનં.૧વાળાએ વેચાણ અર્થે સંતાડી રાખેલ વીદેશી દારૂની સીગ્નેચર રેરે એજેડ વ્હીસ્કી ની પાંચ બોટલ કિ.રૂ.૧૫૦૦ નો મુદામાલ ઝડપી લીધો હતો. પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!