મોરબીમાં દારૂ અંગેના બે દરોડામાં 18 બોટલ દારૂ સાથે બે શખ્સો ઝડપાયા હતા જ્યારે એક ઈસમ ભાગી છૂટવામાં સફળ બન્યો હતો. મોરબીના કુબેરનાથ રોડ પર આરોપીના રહેણાક મકાનમાંથી પોલીસે 14 બોટલ દારૂ અને શહેરના આલાપ રોડ નજીકથી ચાર બોટલ દારૂ સાથે નીકળેલ બે શખ્સોને પોલિસે ઝડપી લીધા હતા.
દારૂ અંગેના કેસની પ્રાથમિક વિગત અનુસાર મોરબીના કુબેરનાથ રોડ પર રહેતા શાહરૂખ અલારખા શાહમદાર એ પોતાના મકાનમાં દારૂનો જથ્થો સંતાડયો હોવાની પોલીસને બાતમી મળી હતી જે બાતમીને પગલે આરોપીના રહેણાક મકાનમાં પોલીસે રેઇડ પાડી હતી. મોરબી સીટી બી ડિવિઝન પોલીસની રેઇડ દરમિયાન આરોપીએ પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે આધાર વગર વેચાણ અર્થે સંઘરી રાખેલ અંગ્રેજી દારૂની બ્લેન્ડર પ્રાઇડ રેર પ્રીમીયમ વ્હીસ્કીની બોટલો નંગ-૧૪ કિ.રૂ.૧૧૯૦૦નો મુદામાલ ઝડપાયો હતો. આ રેઇડ દરમિયાન આરોપી શાહરુખ નાશી છુટતા પોલીસે આરોપીને ફરારી જાહેર કરી તપાસ તેજ બનાવી છે.
દારૂ અંગેના અન્ય એક કેસની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબીના આલાપ રોડ નાલા નજીક દારૂની બોટલ લઇ વેચાણ કરવા નીકળેલ આરોપી રઘુવિરસિંહ મહીપતસિંહ જાડેજા (ઉ.વ.૩૦ રહે.મોરબી કાલીકાપ્લોટ મોમાઇડેરી વાળીશેરી) અને આરોપી કેશવભાઇ કરમશીભાઇ ચંદ્રાલા (ઉ.વ.૫૦ રહે.મોરબી આલાપરોડ નવજીવન સોસાયટી પ્રાણજીવનભાઇ પટેલના ફલેટમાં મુળ રાજકોટ) ને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કાચની કંપની સીલપેક બોટલ નંગ-૪ કિ.રૂ.૧૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.