Sunday, January 12, 2025
HomeGujaratવાંકાનેરના જામસર ગામે અજાણ્યા પુરૂષને શંકાના આધારે મરણતોલ માર મારી હત્યા નીપજાવનાર...

વાંકાનેરના જામસર ગામે અજાણ્યા પુરૂષને શંકાના આધારે મરણતોલ માર મારી હત્યા નીપજાવનાર બે ઝડપાયાં:મૃતકની ઓળખ મેળવવા તજવીજ

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા. ૨૪/૦૬/૨૪ ના રોજ રાત્રે ૦૮:૪૦ કલાકે અજાણ્યા ૩૦ થી ૪૦ ઉંમરનો પુરુષનો મૃત દેહ મળી આવ્યો હતો. જેની તપાસ કરતા તે ન સમજાય તેવી ભાષા બોલી મહિલાઓ સામે જોતા બે આરોપીઓ દ્વારા ઢોર માર મારી મૃત્યુ નીપજાવી દેતા પોલીસ દ્વારા બંને આરોપીઓ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી અજાણ્યા પુરુર્ષ ના વાલી વારસની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર,વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા. ૨૪/૦૬/૨૪ ના રોજ રાત્રે ૦૮:૪૦ કલાકે અજાણ્યા ૩૦ થી ૪૦ ઉંમરનો પુરુષનો મૃત દેહ મળી આવ્યો હતો. જેની તપાસ કરતા જામસર ગામમાં આમ તેમ આંટા મારતો હોય અને ન સમજાય તેવી ભાષા બોલતો હોય તેમજ મહીલાઓ સામે જોઈ બોલતો હોય જેને નીકળી જવા કહ્યું હોવા છતાં નહિ જતાં આરોપી પ્રભુભાઈ લાલજીભાઇ દંતેસરીયાએ આડેધડ લાકડીથી માર માર્યો જ્યારે આરોપી અશોકભાઈ નથુભાઈ દેલવાડીયાએ દોરડા વડે આડેધડ માર મારી અજાણ્યા પુરૂષના વાલી વારસની આજદીન સુધી તપાસ કરતા મળી આવેલ નથી. તેમજ બનાવ સ્થળની આજુબાજુમાં આવેલ બેલાની ખાણોમાં તથા હવા-માટેલ, સરતાનપુર, સત્યવિરડા જી.આઇ.ડી.સી.માં વાલી વારસ બાબતે તપાસ કરી હતી છતાં કોઈ આજદિન સુધી મળી આવ્યું નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!