વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ઘરફોડ ચોરીને અંજામ આપતા બે આરોપીઓને ફતેહગંજ પોલીસની ટીમે બાતમી આધારે છાણી કેનાલ નજીક આવેલ હનુમાન મંદિર પાસેથી પકડી પડ્યા હતા. પોલીસે આરોપીના કબ્જામાંથી સોના, ચાંદીના દાગીના સહિત રૂપિયા 1.10 લાખના ચોરાઉ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરમાથી અલગ અલગ જગ્યાએથી ઘરફોડ ચોરી કરતા બે આરોપીઓ નંબર પ્લેટ વગરની હોંડા સાઈન બાઈક લઈને છાણી કેનાલ, હનુમાનજી મંદીર તરફના કેનાલવાળા રસ્તે થઈ નિઝામપુરા ડેપો તરફ જઇ રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી જે બાતમીને પગલે પોલીસે ત્યાં દોડી જઇ વોચ ગોઠવી હતી. આ દરમિયાન આરોપી જસપાલસીંગ ઉર્ફે જે.કે .ઉર્ફે કુંદન ભગતસીંગ ઉર્ફે સરદાર (રહે.ભાથુજી મંદિરની સામે, આંબેડકર ચોક, પેન્શનપુરા-નિજામપુરા, વડોદરા) તથા આરોપી ગોવીદસિંગ ઉર્ફે ગોવિંદા અજીતસિંગ સીકલીગર (રહે , મહાકાલી સોસા, દંતેશ્વર તલાવ પાસે, મકરપુરા) બન્ને આવતા પોલીસે દબોચી લીધા હતા. જેની તપાસ દરમિયાન તેના કબ્જામાંથી એક જોડ સોનાની કળી કિંમત 12 હજાર, સોનાની રિંગ કિંમત 1500, બે વીંટી કિંમત 15 હજાર, એક જોડી ચાંદીની પાયલ કિંમત 12 હજાર અને એક હીરો સાઇન બાઈક કિંમત 70 હજાર સહિત કુલ 1.10 650 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. બને આરોપીની પૂછપરછ દરમિયાન ભીમાર્સિંગ ઉર્ફે પ્રેમસિંગ સતનામ નામના વધુ એક આરોપીનું નામ ખુલતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ કામગીરી દરમિયાન પીઆઇ એ.બી.જાડેજા, એ.એસ.આઇ.રાજુભાઇ જયંતીભાઇ, હેડ કન્સ્ટેબલ રવિન્દ્રસિહ કરણસિહ, વિજય મણીલાલ, જયદિપસિહ ફતેહસિહ, અમરદિપસિહ પ્રતાપસિહ, અરવિદકુમાર જોધાભાઇ, નરેશકુમાર સામતભાઇ, અમીતકુમાર વાલસિંગભાઇ, લોકરક્ષક રાજેશકુમાર છગનભાઇ સહિતનો સ્ટાફ ફરજ પર હાજર રહ્યો હતો.